269 Signing off... વિરાટ કોહલીએ નિવૃત્તિ અંગે પોસ્ટમાં દર્શાવેલા આ ખાસ નંબરનો અર્થ શું છે?
Virat Kohli Announces Retirement: ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટર વિરાટ કોહલીએ આખરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી તેને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી હતી કે, તેઓ આગળ રમશે કે અલવિદા કહેશે. ઇંગ્લૅન્ડ પ્રવાસને ધ્યાનમાં રાખીને પસંદગીકારો તેમના નિર્ણય વિશે વાત કરવામાં આવી હતી. પરંતુ 12 મે 2025ના રોજ વિરાટ કોહલીએ સત્તાવાર રીતે ટેસ્ટને અલવિદા કહી દીધું છે. પોતાની ખાસ નોંધમાં તેમણે 269 નંબરનો ઉલ્લેખ કર્યો છે, જાણો તેનો અર્થ શું થાય છે.
આ પણ વાંચો : ભારત-પાકિસ્તાન તણાવના લીધે બંધ કરાયેલા ગુજરાતના 7 સહિત 32 એરપોર્ટ ફરી શરૂ
મને ટેસ્ટ કેપ પહેર્યાને 14 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે : કોહલી
વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેતાં તેના ચાહકો માટે એક ખૂબ જ ભાવુક પોસ્ટ લખી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, 'મને ટેસ્ટ કેપ પહેર્યાને 14 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. સાચું કહું તો મેં ક્યારેય વિચાર્યું ન હતું કે, આ ફોર્મેટમાં મારી અહીં સુધી સફર પહોંચશે. તેણે મારી આકરી કસોટી કરી મારા ક્રિકેટને આકાર આપ્યો છે અને મને એવી બાબતો શીખવી મળી, કે જેને હું મારા જીવનમાં આગળ લઈ જઈશ.
269એ તેમની ટેસ્ટ કેપનો નંબર છે
ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરતી વખતે વિરાટ કોહલીએ તેના મેસેજમાં છેલ્લે લખ્યું, 269 ગુડબાય... આ નંબરનો કિંગ કોહલીને ખૂબ જ ઊંડો સંબંધ છે. દરેકના મનમાં એ સવાલ થઈ રહ્યો હશે કે તેણે ટેસ્ટમાં કેટલી મેચ રમી છે. શું તેણે રમેલી આખી ઇનિંગ્સના આ આંકડા છે? અમે તમને જણાવીશું કે, 269 એ તેમની ટેસ્ટ કેપનો નંબર છે. જેને પહેરીને તેઓ સમગ્ર ટેસ્ટ કરિયર દરમિયાન ભારત માટે રમવા તેઓ મેદાનમાં ઉતર્યા હતા.