mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

VIDEO : વિરાટ અને અનુષ્કા ઈમોશનલ થયા, RCB પ્લેઓફમાં પહોંચતા બંનેની આંખમાં છલકાયા આંસુ

Updated: May 19th, 2024

VIDEO : વિરાટ અને અનુષ્કા ઈમોશનલ થયા, RCB પ્લેઓફમાં પહોંચતા બંનેની આંખમાં છલકાયા આંસુ 1 - image


Virat Kohli And Anushka Sharma Emotions: IPL 2024ની 68મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ચેન્નઈ સુપર કિંગ્સને હરાવીને પ્લેઓફ માટે ક્વોલિફાય કરી લીધું  છે. બેંગ્લોરની આ જીત બાદ વિરાટ કોહલી અને પત્ની અનુષ્કા શર્મા પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શક્યા નહીં અને બંનેની આંખોમાં આંસુ આવી ગયા હતા. જોકે આ હર્ષના આંસુ હતા. કોહલી અને અનુષ્કાની ઈમોશનલ ક્ષણ કેમેરામાં કેદ થઈ હતી, જે હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

બેંગ્લોરની જીત બાદ વિરાટ-અનુષ્કા ઈમોશનલ થયા

RCBની જીત બાદ આઈપીએલના ઓફિશિયલ સોશિયલ મીડિયા પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં પહેલા વિરાટ કોહલીની આક્રમકતા અને પછી તેની ઈમોશનલ ક્ષણ જોવા મળી હતી. કોહલીએ પોતાની કેપ ઉતારીને જીતની ઉજવણી કરી અને આ દરમિયાન તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. આ પહેલા અનુષ્કા શર્માને સ્ટેન્ડમાં બેઠેલી દેખાડવામાં આવી હતી અને તે પણ જીતની ખુશીમાં પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શકી ન હતી. અનુષ્કાએ પોતાના બંને હાથને હવામાં ઉંચા કરીને જીતની ઉજવણી કરી હતી. આ દરમિયાન તે ખૂબ જ ભાવુક દેખાઈ રહી હતી.

બેંગ્લોરની ટીમે શાનદાર જીત મેળવી

ચેન્નઈ અને બેંગલુરુ વચ્ચેની આ ટક્કર બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થઈ હતી. મેચમાં ચેન્નઈએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી આરસીબીની ટીમે 20 ઓવરમાં 218/5 રન બનાવ્યા હતા. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટીમ માટે સૌથી મોટી ઇનિંગ રમી અને 39 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 54 રન બનાવ્યા હતા. 

આ સિવાય અન્ય ખેલાડીઓએ શાનદાર બેટિંગ કરીને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું જેમાં કિંગ કોહલીના 47 રન સામેલ હતા. કોહલીએ 29 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 47 રનની ઇનિંગ રમી હતી. આ પછી ટાર્ગેટ ચેઝ કરવા આવેલી ચેન્નઈની ટીમ 20 ઓવરમાં 191/7 રન જ બનાવી શકી હતી. આવી રીતે બેંગ્લોરની ટીમે 27 રને જીત હાંસલ કરી હતી. જોકે, RCBને પ્લેઓફમાં પહોંચવા માટે ઓછામાં ઓછા 18 રનથી જીતવું જરૂરી હતું. પરંતુ બેંગ્લોરના બોલરોની શાનદાર બોલિંગને કારણે ટીમે 27 રનથી જીત મેળવી હતી.

Gujarat