Get The App

વિરાટ અને RCBના ફેન્સે ગિલની બહેન પર કરી ગંદી કમેન્ટસ, લોકોએ ચાહકોને ટ્રોલ કરી ભણાવ્યો પાઠ

ગુજરાત ટાઈટન્સે બેંગ્લોરની ટીમને છ વિકેટે હરાવીને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધી હતી

શુભમન ગીલે શાનદાર સદી ફટકારીને ટીમને જીત અપાવી હતી

Updated: May 22nd, 2023

GS TEAM

Google News
Google News
વિરાટ અને RCBના ફેન્સે ગિલની બહેન પર કરી ગંદી કમેન્ટસ, લોકોએ ચાહકોને ટ્રોલ કરી ભણાવ્યો પાઠ 1 - image
Image : Twitter

IPL 2023ની લીગ મેચ પૂર્ણ થઈ ગઈ છે. ચાર ટીમોએ પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે. ગઈકાલે રમાયેલી છેલ્લી મેચમાં ગુજરાત ટાઈટન્સે બેંગ્લોરની ટીમને છ વિકેટે હરાવીને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધી હતી. ગુજરાત તરફથી શુભમન ગીલે શાનદાર સદી ફટકારીને ટીમને જીત અપાવી હતી. જો કે મેચ પૂરી થયા બાદ વિરાટના ફેન્સ ગિલની બહેન પર ખરાબ કમેન્ટ કરવા લાગ્યા હતા.

લોકોએ વિરાટ અને  RCBના ચાહકોને ટ્રોલ કર્યા હતા

ગુજરાત અને બેંગ્લોર વચ્ચે રમાયેલી મેચમાં બેંગ્લોરની ટીમ હારી જતા વિરાટના ફેન્સ શુભમન ગિલની બહેન પર ખરાબ કમેન્ટ તેમજ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. સોશ્યલ મીડિયા પર શુભમન ગીલની બહેન શાહનીલ માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો તેને લઈને ગિલના ફેન્સ અને વિરાટના કેટલાક ચાહકોએ આવા લોકોને ઠપકો આપ્યો હતો. વિરાટ અને RCBના કેટલાક ચાહકોએ કમેન્ટ બોક્સમાં શુભમન ગિલની બહેનને એવી અનેક ખરાબ વાતો લખી હતી જેના બાદ લોકોએ ટ્ટિટર પર વિરાટ કોહલી અને  RCBના ચાહકોને ટ્રોલ કરવાનું શરુ કર્યુ હતું.

વિરાટ અને બેંગ્લોરના કેટલાક ચાહકોએ પણ આવા લોકોને ઠપકો આપ્યો હતો 

આ મામલે વિરાટ કોહલી અને બેંગ્લોરના કેટલાક ચાહકોએ પણ આવા લોકોને ઠપકો આપતા કહ્યું કે જો તમે કોઈની બહેન માટે આવી કોમેન્ટ કરો છો તો પોતાને વિરાટ અને બેંગ્લોરના ફેન ન કહો. આ ઉપરાંત એવા ઘણા લોકો છે જેઓ હવે ટ્વિટર પર કોહલી અને તેના ચાહકોને નિશાન બનાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે એટલા માટે બેંગ્લોરની ટીમ ક્યારેય IPL જીતી શકી નથી.

શાહનીલ ગિલ વિશે

શાહનીલ ગિલ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે અને તેના ઈન્સ્ટાગ્રામ પર 95.2K ફોલોઅર્સ છે. તેને ઈન્સ્ટાગ્રામ પર બ્લુ ટિક પણ મળી ગયુ છે. શાહનીલ ઘણીવાર તેના ભાઈ શુભમન ગિલ સાથે તસવીરો શેર કરતી રહે છે.

Tags :