Sports

VIDEO: પિચ પર પડ્યા બંને બેટર, છતાં કોઈ રનઆઉટ ના થયું... T20 ક્રિકેટમાં આવા દ્રશ્ય નહીં જોયા હોય!

By GS TEAM
21 Jun 20252 mins read
TukuTouch Logo
IPL 2025 પત્યાના અમુક દિવસો પછી મહારાષ્ટ્ર પ્રીમિયર લીગ (MPL) ની શરૂઆત થઈ હતી. લીગની એલિમિનેટર મેચ રાયગઢ રોયલ્સ અને કોલ્હાપુર ટસ્કર્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં એક એવી મોમેન્ટ જોવા મળી જે કદાચ તમે ક્યારેય પણ T20 ક્રિકેટમાં જોઇ નહીં હોય. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: પિચ પર પડ્યા બંને બેટર, છતાં કોઈ રનઆઉટ ના થયું... T20 ક્રિકેટમાં આવા દ્રશ્ય નહીં જોયા હોય!
image credit : instagram /@ Johns



Maharashtra Premier League 2025: IPL 2025 પત્યાના અમુક દિવસો પછી મહારાષ્ટ્ર પ્રીમિયર લીગ (MPL) ની શરૂઆત થઈ હતી. લીગની એલિમિનેટર મેચ રાયગઢ રોયલ્સ અને કોલ્હાપુર ટસ્કર્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં એક એવી મોમેન્ટ જોવા મળી જે કદાચ તમે ક્યારેય પણ T20 ક્રિકેટમાં જોઇ નહીં હોય. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.

મેચનો વીડિયો વાયરલ થયો 

રાયગઢ રોયલ્સ અને કોલ્હાપુર ટસ્કર્સની  મેચ દરમિયાન જ્યારે રાયગઢની ટીમના બેટર બીજો રન લેવા માટે પિચ પર દોડી રહ્યા હતા, ત્યારે બંને બેટર એકબીજા સાથે અથડાઈ પડ્યા હતા. આવી સ્થિતિમાં ફીલ્ડિંગ કરનારી ટીમ પાસે કોઈ એક બેટરને રન આઉટ કરવાનો સારો ચાન્સ હતો. ટક્કર પછી એક બેટર બોલરની બાજુ દોડીને ક્રીઝમાં પ્રવેશ્યો હતો, જ્યારે બીજો બેટર કેટલાંક સમય સુધી પડેલો રહ્યો પરંતુ તક મળતાં તે પણ વિકેટકીપરની બાજુ દોડી ગયો. ફીલ્ડરે બોલ ઊઠાવી દોડીને સ્ટમ્પ આઉટ કરવાનો પ્રયાસ પણ કર્યો, પણ બોલ સ્ટમ્પ પર લાગ્યો નહીં અને બોલ સીધો બાઉન્ડ્રી તરફ જતો રહ્યો. જેનાથી બંને બેટર આઉટ થતા બચ્યા અને વધારાના 4 રન પણ મળ્યા.

રાયગઢ રોયલ્સે મેચ જીતી

આ મેચમાં પહેલાં બેટિંગ કરતાં કોલ્હાપુર ટસ્કર્સે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા હતા. 165 રનના લક્ષ્યને રાયગઢ રોયલ્સે 19.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતું. કોલ્હાપુરની તરફથી બેટિંગ કરતાં અંકિત બાવને 57 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. સાથે સિદ્ધાર્થ મહાત્રે 31, આનંદે 26 અને સચિને 23 રન બનાવ્યા હતા. રાયગઢ રોયલ્સના બોલર નિખિલ કદમે 4 ઓવરમાં 35 રન આપીને સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.