Get The App

VIDEO : સેલિબ્રેશન સ્ટાઈલની નકલ કરનારા પાકિસ્તાની બોલરને શ્રીલંકન ખેલાડીનો સજ્જડ જવાબ

Updated: Sep 24th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO : સેલિબ્રેશન સ્ટાઈલની નકલ કરનારા પાકિસ્તાની બોલરને શ્રીલંકન ખેલાડીનો સજ્જડ જવાબ 1 - image


Sri Lanka vs Pak News : પાકિસ્તાને શ્રીલંકાને 5 વિકેટથી હરાવીને એશિયા કપ 2025 સુપર-4 ની પોતાની પહેલી મેચ જીતી લીધી. આ મેચ દરમિયાન બંને ટીમોના ખેલાડીઓ વચ્ચે એક અલગ જ પ્રકારનો જંગ જોવા મળ્યો. આ જંગ પાકિસ્તાની બોલર અબરાર અહેમદે શરૂ કર્યો હતો, જેનો અંત શ્રીલંકાના બોલર વાનિન્દુ હસરંગાએ અનોખી સ્ટાઈલમાં જવાબ આપીને કર્યો હતો. 

મેદાનમાં બની અનોખી ઘટના

જોકે, મેચ સમાપ્ત થયા પછી, બંને ખેલાડીઓ એકબીજાને ગળે લગાવતા જોવા મળ્યા હતા, જે સ્પષ્ટ કરે છે કે બંનેમાંથી કોઈ પણ ખેલાડી મેદાનમાંથી ગુસ્સો રાખીને બહાર નહીં જાય. પહેલા બેટિંગ કરતા શ્રીલંકાએ પાકિસ્તાન માટે 134 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જે પાકિસ્તાને  2 ઓવર બાકી પ્રાપ્ત કરી લીધો હતો. 

અબરારનો ચહેરો જોવા લાયક હતો 

શ્રીલંકા સામેની આ મેચમાં અબરાર અહેમદે શાનદાર બોલિંગ કરી, તેણે 4 ઓવરમાં ફક્ત 8 રન આપ્યા.  દરમિયાન તેને એક વિકેટ પણ મળી. અબરાર 15 રનના વ્યક્તિગત સ્કોર પર વાનિન્દુ હસરંગાને આઉટ કરતાની સાથે જ તેણે હસરંગાની ટ્રેડમાર્ક સેલિબ્રેશન સ્ટાઈલની નકલ કરીને વિવાદ ઊભો કર્યો હતો. જોકે વાનિન્દુ હસરંગાએ આનો જવાબ એક વાર નહીં પણ બે વાર આપ્યો. પાકિસ્તાનની બેટિંગ દરમિયાન, તેણે પહેલા ફખર ઝમાનને કેચ કરીને અબરારના સેલિબ્રેશનનું પુનરાવર્તન કર્યું અને પછી સૈમ અયુબને આઉટ કરીને પણ એવું જ કર્યું. હસરંગાના આ યોગ્ય જવાબ પછી અબરારનો ચહેરો જોવા લાયક હતો.

Tags :