Get The App

VIDEO : સચિન પણ ફિદા થયો અદ્ભુત કેચ પર, કહ્યું- 'કોણ કહે છે ફક્ત પક્ષી અને વિમાન જ ઉડી શકે..'

Updated: Jan 10th, 2025


Google News
Google News
VIDEO : સચિન પણ ફિદા થયો અદ્ભુત કેચ પર, કહ્યું- 'કોણ કહે છે ફક્ત પક્ષી અને વિમાન જ ઉડી શકે..' 1 - image

NZ Vs SL, Nathan Smith : હેમિલ્ટન ખાતે ન્યુઝીલૅન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી વનડે મેચ દરમિયાન ન્યુઝીલૅન્ડનો ખેલાડી નાથન સ્મિથે એવો અદ્ભુત કેચ પકડ્યો હતો કે જેને જોઈને સચિન તેંડુલકર પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયો હતો. તેંડુલકરે આ કેચનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો અને લખ્યું હતું કે, ઉડવું ફક્ત વિમાનો અને પક્ષીઓ માટે છે. સચિન તેંડુલકર તરફથી આવી પ્રશંસા મળ્યા બાદ નાથન સ્મિથને પણ ગર્વ થતો હશે.                                                                                                                          

નાથન સ્મિથે પકડ્યો શાનદાર કેચ

શ્રીલંકાની ઇનિંગની 29મી ઓવરમાં જ્યારે ઇશાન મલિંગા બેટિંગ કરી રહ્યો હતો ત્યારે નાથન સ્મિથે આ કેચ પકડી લીધો હતો. ઓવરના છેલ્લા બોલ પર મલિંગાએ મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ તેના બેટથી અડીને વિકેટની ઉપરથી જતો રહ્યો હતો. ન્યુઝીલૅન્ડના મેદાનોની ટૂંકી બાઉન્ડ્રીને કારણે બધાને લાગતું હતું કે આ બોલ સીધો બાઉન્ડ્રીને પાર જતો રહેશે. પરંતુ આ દરમિયાન નાથન સ્મિથ વચ્ચે આવી ગયો હતો. સ્મિથ પહેલા બોલ પકડવા દોડ્યો અને પછી તેણે બોલ પકડવા માટે હવામાં કૂદકો માર્યો હતો.

ન્યુઝીલૅન્ડે 113 રનથી મેચ જીતી                                                                                          

આ મેચની વાત કરીએ તો વરસાદથી વિક્ષેપિત થયેલી આ મેચમાં ન્યુઝીલૅન્ડે પહેલી બેટિંગ કરીને 37 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 255 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન રચિન રવીન્દ્ર અને ચેપમેને શાનદાર અડધી સદી ફટકારી હતી. આ સ્કોરનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ માત્ર 142 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતું. ન્યુઝીલૅન્ડે આ મેચ 113 રનથી જીતીને ત્રણ મેચની સીરિઝમાં 2-0થી લીડ મેળવી લીધી છે. હવે સીરિઝની છેલ્લી મેચ 11 જાન્યુઆરીએ ઓકલૅન્ડમાં રમાશે.

VIDEO : સચિન પણ ફિદા થયો અદ્ભુત કેચ પર, કહ્યું- 'કોણ કહે છે ફક્ત પક્ષી અને વિમાન જ ઉડી શકે..' 2 - image


Tags :