Sports

VIDEO : રુટે પકડેલા કેચ અંગે થર્ડ અમ્પાયરના નિર્ણય પર વિવાદ, DRS ફરી સવાલોના ઘેરામાં!

By GS TEAM
27 Dec 20252 mins read
TukuTouch Logo
એશિઝ 2025 સિરીઝમાં ફરી એકવાર વિવાદ સર્જાયો છે, જ્યારે મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન માર્નસ લાબુશેનનું વિવાદાસ્પદ આઉટ થવું ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ નિર્ણયે આ સિરીઝમાં અમ્પાયરિંગ અને ટેકનોલોજીને લઈને ચાલી રહેલી ચર્ચાને ફરી હવા આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : રુટે પકડેલા કેચ અંગે થર્ડ અમ્પાયરના નિર્ણય પર વિવાદ,  DRS ફરી સવાલોના ઘેરામાં!

Ashes 2025-26 : એશિઝ 2025 સિરીઝમાં ફરી એકવાર વિવાદ સર્જાયો છે, જ્યારે મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન માર્નસ લાબુશેનનું વિવાદાસ્પદ આઉટ થવું ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ નિર્ણયે આ સિરીઝમાં અમ્પાયરિંગ અને ટેકનોલોજીને લઈને ચાલી રહેલી ચર્ચાને ફરી હવા આપી છે.



શું હતી સમગ્ર ઘટના?

આ ઘટના ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ્સ દરમિયાન બની હતી. માર્નસ લાબુશેન 8 રનના અંગત સ્કોર પર બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે જોશ ટંગના બોલ પર સ્લિપમાં જો રૂટે તેનો એક નીચો કેચ પકડ્યો. ઈંગ્લેન્ડના ખેલાડીઓએ જોરદાર ઉજવણી શરૂ કરી, પરંતુ લાબુશેન પોતાની જગ્યાએ ઉભો રહ્યો, જેના પછી મેદાન પરના અમ્પાયરે નિર્ણય થર્ડ અમ્પાયરને સોંપ્યો.

શા માટે થયો વિવાદ?

જો રૂટે ઝડપથી નીચે ઝૂકીને બોલને જમીનથી થોડા ઇંચ ઉપર જ પકડી લીધો હતો. જ્યારે મોટા સ્ક્રીન પર રિપ્લે બતાવવામાં આવ્યા, ત્યારે તે સ્પષ્ટ ન હતા. કેટલાક એંગલથી એવું લાગી રહ્યું હતું કે બોલ રૂટના હાથમાં આવતા પહેલા જમીનને સ્પર્શી ગયો હોય. આનાથી દર્શકો, કોમેન્ટેટર્સ અને ખેલાડીઓ વચ્ચે પણ મતભેદ ઉભા થયા હતા.

જોકે, લાંબી સમીક્ષા બાદ, થર્ડ અમ્પાયરે લાબુશેનને આઉટ જાહેર કર્યો હતો. તેમણે તર્ક આપ્યો કે બોલ પકડતી વખતે જો રૂટની આંગળીઓ બોલની નીચે હતી. આ નિર્ણયથી લાબુશેન સ્પષ્ટપણે નિરાશ દેખાયો. સ્ક્રીન પર 'આઉટ' લખેલું આવતા જ તેણે ગુસ્સામાં હવામાં મુક્કો માર્યો અને માથું હલાવતા પેવેલિયન પરત ફર્યો હતો.

DRS પર ફરી ઉઠ્યા સવાલો

આ વિકેટની સાથે જ ઓસ્ટ્રેલિયામાં ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (DRS) પર ફરીથી સવાલો ઉઠવા લાગ્યા છે. આ એશિઝ સિરીઝમાં પહેલા પણ ટેકનોલોજીની, ખાસ કરીને સ્નિકોમીટરની અસંગતતાને લઈને આકરી ટીકા થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને પરાજયનો સ્વાદ ચખાડી દીધો છે.