VIDEO : ભારત-પાકિસ્તાનની મેચમાં ફરી બની ચોંકાવનારી ઘટના, બંને કેપ્ટનો સામે આવ્યા બાદ જુઓ શું થયું
Asia cup 2025, IND vs PAK Super 4 : દુબઈમાં ભારત-પાકિસ્તાન વચ્ચે આજે મેચ રમાઈ રહી છે. એશિયા કપ-2025ની સુપર-4 હેઠળ રમાઈ રહેલી આ હાઈવોલ્ટેજ મેચમાં ભારતે ફરી પાકિસ્તાનની ફજેતી કરી છે. મેચ પહેલા ટૉસ સમયે ફરી ‘નો-હેન્ડશેક પાર્ટ-2નો’ ડ્રામા જોવા મળ્યો છે.
સૂર્યાએ પાક. કેપ્ટનને ઈગ્નોર કર્યો
ટૉસ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ વખતે પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગાને સંપૂર્ણ ઈગ્નોર કરી નાખ્યો છે. સૂર્યાએ આગા સામે કોઈપણ પ્રકારે નજર મિલાવી નથી, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. કેમેરામાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, સૂર્ય આગાને નજરઅંદાજ કરી રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ અનેક યુઝર્સો ઘટનાને ‘નો-હેન્ડશેક પાર્ટ-2’ ગણાવી રહ્યા છે.
ICCએ PCBની માંગ ઠુકરાવતા ફજેતી
જ્યારે બંને ટીમો વચ્ચે ટૉસ ઉછાડવામાં આવ્યો ત્યારે ત્યાં રવિ શાસ્ત્રી અને મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ હાજર હતા. અગાઉ 14 સપ્ટેમ્બરે ગ્રુપ સ્ટેજની મેચ દરમિયાન પણ સૂર્યાએ પાકિસ્તાની કેપ્ટન સાથે હાથ મિલાવ્યો ન હતો, જેના કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ નવા નાટકો શરૂ કરી દીધા હતા. પીસીબીની માંગ હતી કે, પાયક્રોફ્ટને સંપૂર્ણ હટાવવામાં આવે, જોકે ICCએ પીસીબીની માંગ ફગાવી દીધી હતી.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારતીય પ્લેઈંગ-11 : અભિષેક શર્મા, શુભમન ગિલ, સંજુ સેમસન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી
પાકિસ્તાની પ્લેઈંગ-11 : સઈમ અયુબ, સાહિબઝાદા ફરહાન, મોહમ્મદ હારિસ (વિકેટકીપર), ફખર ઝમાન, સલમાન અલી આગા (કેપ્ટન), ફહીમ અશરફ, હુસૈન તલત, મોહમ્મદ નવાઝ, શાહીન શાહ આફ્રિદી, હારિસ રઉફ અને અબરાર અહેમદ