Sports

VIDEO: 'તુ મારા જૂતાની ધૂળ બરાબર...', વૈભવ સૂર્યવંશી પાકિસ્તાની બોલર પર થયો ગુસ્સે, જાણો મામલો

By GS TEAM
21 Dec 20252 mins read
TukuTouch Logo
ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે રવિવારે (21 ડિસેમ્બર) અંડર-19 એશિયા કપની ફાઈનલ મેચ યોજાઈ હતી. દુબઈમાં રમાયેલી આ મેચમાં પાકિસ્તાનની ટીમે 347 રન બનાવ્યા હતા. જ્યારે ભારતીય ટીમે શરૂઆતની બે ઓવરમાં જ 30 રન બનાવ્યા હતા. આ મેચમાં વૈભવ સૂર્યવંશી 26 રન કરીને આઉટ થયો હતો. આ દરમિયાન વૈભવ સૂર્યવંશીએ પાકિસ્તાની બોલરને ગુસ્સામાં આપેલી પ્રતિક્રિયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. વૈભવ સૂર્યવંશી પાકિસ્તાની બોલરને ઈશારો કરતાં કહે છે કે, 'તુ મારા જૂતાની ધૂળ બરાબર...'

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: 'તુ મારા જૂતાની ધૂળ બરાબર...', વૈભવ સૂર્યવંશી પાકિસ્તાની બોલર પર થયો ગુસ્સે, જાણો મામલો
Image : Sony Live

Vaibhav Suryavanshi On Pakistani Bowler : ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે રવિવારે (21 ડિસેમ્બર) અંડર-19 એશિયા કપની ફાઈનલ મેચ યોજાઈ હતી. દુબઈમાં રમાયેલી આ મેચમાં પાકિસ્તાનની ટીમે 347 રન બનાવ્યા હતા. જ્યારે ભારતીય ટીમે શરૂઆતની બે ઓવરમાં જ 30 રન બનાવ્યા હતા. આ મેચમાં વૈભવ સૂર્યવંશી 26 રન કરીને આઉટ થયો હતો. આ દરમિયાન વૈભવ સૂર્યવંશીએ પાકિસ્તાની બોલરને ગુસ્સામાં આપેલી પ્રતિક્રિયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. વૈભવ સૂર્યવંશી પાકિસ્તાની બોલરને ઈશારો કરતાં કહે છે કે, 'તુ મારા જૂતાની ધૂળ બરાબર...'

તુ મારા જૂતાની ધૂળ બરાબર...: વૈભવ સૂર્યવંશી

અંડર-19 એશિયા કપની ફાઈનલ મેચમાં વૈભવ સૂર્યવંશીએ 10 બોલમાં 26 રન કર્યા હતા, પરંતુ અલી રેજાની બોલિંગમાં વિકેટકીપર હમજા જહુરે કેચ કરતાં વૈભવ આઉટ થયો હતો. આ દરમિયાન વૈભન શાંતિથી પવેલિયન જઈ રહ્યો હતો. પરંતુ પાકિસ્તાની બોલર વિકેટ મળતાં વધારે જ ખુશ જોવા મળ્યો હતો. જેને લઈને પ્રતિક્રિયા આપતાં વૈભવે ઈશારો કરતાં કહ્યું કે, 'તુ મારા જૂતાની ધૂળ બરાબર છો...' જેનો વીડિયો વાઈરલ થયો છે.

આ પણ વાંચો: U19 એશિયા કપ ફાઈનલમાં ભારતીય ટીમનો ફ્લોપ શૉ, 191 રનથી પાકિસ્તાનની જીત

વૈભવ સૂર્યવંશીએ અંડર-19 એશિયા કપમાં સૌથી પહેલા મેચમાં UAE સામે 171 રન બનાવ્યા હતા. તે સિઝનમાં વૈભવે અનેક રેકોર્ડ તોડ્યા હતા. આ ઉપરાતં, તેણે મલેશિયા સામે પણ અડધી સદી ફટકારી હતી. જ્યારે પાકિસ્તાન સામેની મેચમાં વૈભવ સારૂ પ્રદર્શન કરવાની આશા હતી, પરંતુ તે 10 બોલમાં 26 રન કરીને આઉટ થયો હતો.