IPL 2026, RR vs RCB, Vaibhav Suryavanshi Record : આઈપીએલ 2026માં 15 વર્ષીય યુવા બેટર વૈભવ સૂર્યવંશીએ ગુવાહાટીના મેદાન પર ચોતરફ ફોર-સિક્સ ફટકારી, રનનો વરસાદ કરી ક્રિકેટ ચાહકોને આશ્ચર્યમાં મુકી દીધા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સના આ ઓપનરે માત્ર 26 બોલમાં 300ના સ્ટ્રાઈક રેટથી 78 રન ફટકારી દીધા હતા. વૈભવે પોતાની આ તોફાની ઈનિંગમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા.
વૈભવે ભુવનેશ્વર, અભિનંદન, હેઝલવુડની કરી ધોલાઈ
વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરીને ઈતિહાસ રચ્યો હતો. તેણે અનુભવી બોલરોની બરાબરની ધોલાઈ કરી હતી. મેચની પહેલી જ ઓવરમાં ભુવનેશ્વર કુમાર વિરુદ્ધ ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ અભિનંદન શર્માની ઓવરમાં બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. ચોથી ઓવરમાં તેણે જોશ હેઝલવુડના છેલ્લા ચાર બોલ પર 4, 4, 4 અને 6 રન ફટકારીને દર્શકોને ખુશ કરી દીધા છે. ત્યારબાદ ભુવનેશ્વર કુમારની ઓવરમાં સતત બે છગ્ગા ફટકારીને તેણે 15 બોલમાં અડધી સદી પૂર્ણ કરી હતી. તે સદી તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે ક્રુણાલ પંડ્યાના બોલ પર મોટો શોટ મારવા જતાં વિરાટ કોહલીના હાથે કેચ આઉટ થયો હતો.
IPL-2026માં વૈભવે બીજી વખત 15 બોલમાં ફિફ્ટી ફટકારી
વૈભવે IPL-2026માં બીજી વખત 15 બોલમાં ફિફ્ટી ફટકારી છે. અગાઉ ચેન્નઈ સુપર કિંગ્સ સામે પણ તેણે આ કારનામું કર્યું હતું. આ સાથે જ તે આઈપીએલમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનારા ભારતીય બેટર્સની યાદીમાં યુસુફ પઠાણની સાથે સંયુક્ત રીતે ત્રીજા સ્થાને આવી ગયો છે. તે આઈપીએલના ઈતિહાસમાં ત્રણ વખત 20થી ઓછા બોલમાં ફિફ્ટી ફટકારનાર બેટર્સની યાદીમાં પણ સામેલ થઈ ગયો છે.
આ પણ વાંચો : દુબઈના એક નિર્ણયથી હવે ભારતીય એરલાઈન્સને મોટું નુકસાન, 31 મે સુધી રહેશે લાગુ
આઈપીએલમાં સૌથી ઝડપી અડધી સદી (ભારતીય બેટર)
- 13 બોલ - યશસ્વી જયસ્વાલ (રાજસ્થાન રોયલ્સ) વિરુદ્ધ KKR, કોલકાતા, 2023
- 14 બોલ - કે.એલ. રાહુલ (પંજાબ કિંગ્સ) વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ, મોહાલી, 2018
- 15 બોલ - યુસુફ પઠાણ (KKR) વિરુદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદ, કોલકાતા, 2014
- 15 બોલ - વૈભવ સૂર્યવંશી (રાજસ્થાન રોયલ્સ) વિરુદ્ધ ચેન્નાઈ સુપર કિંગ્સ, ગુવાહાટી, 2026
- 15 બોલ - વૈભવ સૂર્યવંશી (રાજસ્થાન રોયલ્સ) વિરુદ્ધ RCB, ગુવાહાટી, 2026
આઈપીએલમાં 20 થી ઓછા બોલમાં ફિફ્ટી (સૌથી વધુ વખત)
- 4 વખત - નિકોલસ પૂરન
- 4 વખત - અભિષેક શર્મા
- 3 વખત - જેક ફ્રેઝર-મેકગર્ક
- 3 વખત - ટ્રેવિસ હેડ
- 3 વખત - વૈભવ સૂર્યવંશી
આ પણ વાંચો : મંગળ-ચંદ્રની યુતિથી બનશે મહાલક્ષ્મી રાજયોગ, આ રાશિના જાતકો નોટો ગણતાં થાકી જશે!


