Sports

'શબ્દો ખૂટી પડ્યા છે...', ટીમ ઇન્ડિયાની જર્સી પર પોતાનું નામ જોઈ ભાવુક થયો 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી

By GS TEAM
23 Jun 20262 mins read
TukuTouch Logo
Vaibhav Suryavanshi Emotional Video: ભારતીય ક્રિકેટના નવા સિતારા વૈભવ સૂર્યવંશી માટે આખરે એ ઐતિહાસિક પળ આવી જ ગઈ છે, જેનું સપનું તેણે નાનપણથી જોયું હતું. આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય T20 ટીમમાં પ્રથમ વખત પસંદ કરાયેલા આ 15 વર્ષીય ધમાકેદાર બેટરે જ્યારે ટીમ ઇન્ડિયાની સત્તાવાર જર્સી પર પોતાનું નામ જોયું, ત્યારે તે પોતાના આંસુ રોકી શક્યો નહોતો અને અત્યંત ભાવુક થઈ ગયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

'શબ્દો ખૂટી પડ્યા છે...', ટીમ ઇન્ડિયાની જર્સી પર પોતાનું નામ જોઈ ભાવુક થયો 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી

Image : X/BCCI

Vaibhav Suryavanshi Emotional Video: ભારતીય ક્રિકેટના નવા સિતારા વૈભવ સૂર્યવંશી માટે આખરે એ ઐતિહાસિક પળ આવી જ ગઈ છે, જેનું સપનું તેણે નાનપણથી જોયું હતું. આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય T20 ટીમમાં પ્રથમ વખત પસંદ કરાયેલા આ 15 વર્ષીય ધમાકેદાર બેટરે જ્યારે ટીમ ઇન્ડિયાની સત્તાવાર જર્સી પર પોતાનું નામ જોયું, ત્યારે તે પોતાના આંસુ રોકી શક્યો નહોતો અને અત્યંત ભાવુક થઈ ગયો હતો.

મને મારી આંખો પર વિશ્વાસ નથી થતો : વૈભવ 

બીસીસીઆઈ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક ખાસ વીડિયોમાં વૈભવ સૂર્યવંશીએ પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. વૈભવે જણાવ્યું કે ક્રિકેટ રમવાની શરૂઆત જ તેણે એક દિવસ ભારતની બ્લુ જર્સી પહેરવાના સપના સાથે કરી હતી અને હવે જ્યારે એ સપનું હકીકત બન્યું છે, ત્યારે તેને પોતાની આંખો પર વિશ્વાસ નથી આવી રહ્યો.

મારા શબ્દો ખૂટી પડ્યા છે : વૈભવ 

યુવા બેટ્સમેને વીડિયોમાં જણાવ્યું હતું કે, આ અનુભવને શબ્દોમાં વર્ણવવો ઘણો મુશ્કેલ છે. જે વસ્તુ માટે મેં ક્રિકેટના પહેલા જ દિવસથી બેટ પકડ્યું હતું, ક્રિકેટ ગ્રાઉન્ડ પર જઈને કલાકો સુધી પ્રેક્ટિસ કરી હતી, તે સપનું આજે પૂરું થયું છે. મારી કરિયરનું જે સૌથી મુખ્ય પગથિયું હતું, તે આજે કમ્પ્લીટ થયું છે. હું આ ખુશીને શબ્દોમાં વિસ્તારથી કહી શકું તેમ નથી, આ બધું મને એક સપના જેવું જ લાગી રહ્યું છે.

વૈભવે વધુમાં કહ્યું કે, ટી-શર્ટ જોતાં જ હું એટલો ખુશ થઈ ગયો કે બસ સતત સ્માઇલ કરી રહ્યો હતો. ક્યારેક એવું બને છે કે જે વસ્તુ વિશે તમે વિચાર્યું પણ ન હોય તે તમારી સાથે થઈ જાય છે. એવી પરિસ્થિતિમાં તમે તુરંત કોઈ રિએક્શન આપી શકતા નથી. મારી સાથે પણ બિલકુલ એવું જ થયું.