વૈભવ સૂર્યવંશીએ 14 વર્ષની ઉંમરમાં તોડ્યો બાબર આઝમનો રેકોર્ડ, હવે ઈતિહાસ રચવાની તૈયારીમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vaibhav Suryavanshi: ટીમ ઈન્ડિયાના 'લિટલ પ્રિન્સ' વૈભવ સૂર્યવંશી મેદાનમાં ઉતરતાની સાથે જ કોઈને કોઈ રેકોર્ડ તોડી દે છે. હાલમાં વૈભવ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે. ભારતીય અંડર-19 ટીમ ત્રણ મેચની વનડે અને બે મેચની ટેસ્ટ સીરિઝ રમવા ગઈ છે. વનડે સીરિઝમાં ભારતની અંડર-19 ટીમે ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમને 3-0થી પરાજીત કરી હતી. આ સમયગાળા દરમિયાન વૈભવ સૂર્યવંશીએ 124 રન ફરકાર્યા હતા. જોકે, તે ત્રીજી મેચમાં ખાસ કમાલ કરી શક્યો ન હતો અને 20 બોલમાં 19 રન બનાવીને આઉટ થયો હતો. જોકે, તેમ છતાં, તે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમનો રેકોર્ડ તોડવામાં સફળ રહ્યો હતો.
આ રેકોર્ડ છે યૂથ વનડેમાં 16 અથવા તેથી ઓછી ઉમરમાં સૌથી વધુ રન બનાવવાનો. વૈભવ સૂર્યવંશીએ 556 રન સાથે બાબર આઝમનો રેકોર્ડ તોડી ચૂક્યો છે, જોકે, હાલમાં તે આ યાદીમાં બીજા નંબર પર છે. હવે તેની નજર પાકિસ્તાનના જ હસમ રાજાનો રેકોર્ક તોડી ઈતિહાસ રચવા પર છે.
16 વર્ષ કે તેથી ઓછી ઉંમરના યૂથ વનડેમાં સૌથી વધુ રન
- હસન રાજા 727 રન
- વૈભવ સૂર્યવંશી 556 રન
- બાબર આઝમ 552 રન
- નઝમુલ હુસૈન શાન્તો 546 રન
- અહમદ શહઝાદ 510 રન
આ પણ વાંચો : એશિયા કપમાં સુપર ઓવરના વિવાદ પર ભડક્યો સનથ જયસુર્યા, ICC સમક્ષ કરી આ માગ
વૈભવ સૂર્યવંશીએ હાલમાં જ યૂથ વનડેમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ તેના નામે કર્યો હતો. આ રેકોર્ડ આ પહેલા ભારતના જ ઉનમુક્ક ચંદના નામે હતો, જેણે 38 છગ્ગા માર્યા હતા, તે અંડર 19 વર્લ્ડ કપમાં ભારતનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે. પરંતુ હવે 43 છગ્ગા સાથે વૈભવ પહેલા ક્રમ પર પહોંચી ગયો છે.








