Get The App

4 દિવસ પછી તૂટશે સચિન તેંડુલકરનો 37 વર્ષ જૂનો રેકોર્ડ? વૈભવ સૂર્યવંશી રચી શકે છે ઇતિહાસ

Updated: Jun 22nd, 2026

GS TEAM

Google News
Google News
4 દિવસ પછી તૂટશે સચિન તેંડુલકરનો 37 વર્ષ જૂનો રેકોર્ડ? વૈભવ સૂર્યવંશી રચી શકે છે ઇતિહાસ 1 - image


Vaibhav Sooryavanshi Sachin Debut Record: શ્રીલંકામાં એ-ટીમ ટ્રાઇ-સીરિઝ ODI ફાઇનલમાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ શાનદાર પ્રદર્શન કર્યું. જેમાં તેણે માત્ર 29 બોલમાં 10 ચોગ્ગા અને 8 છગ્ગા સાથે 94 રન બનાવ્યા હતા. સૌથી નોંધપાત્ર વાત એ છે કે વૈભવે માત્ર 11 બોલમાં અડધી સદી પૂરી કરી દીધી હતી. તેવામાં આગામી 4 દિવસ પછી વૈભવ સચિન તેંડુલકરનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નવો ઇતિહાસ રચી શકે છે. 

15 વર્ષનો વૈભવ સૂર્યવંશી રચી શકે છે નવો ઇતિહાસ

આગામી ચાર દિવસ પછી એટલે કે 26 જૂને, બેલફાસ્ટમાં આયર્લેન્ડ સામેની પહેલી T20 આંતરરાષ્ટ્રીય મેચ વૈભવની કારકિર્દીનો સૌથી ખાસ દિવસ બની શકે છે. જો વૈભવને પ્લેઇંગ ઇલેવનમાં તક મળે છે, તો તે ફક્ત પોતાનું ડેબ્યૂ જ નહીં પરંતુ ભારતીય ક્રિકેટના ઇતિહાસનું એક મોટું પાનું બદલી નાખશે.

સચિન તેંડુલકરનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તૂટશે?

બેલફાસ્ટમાં ભારત વિરુદ્ધ આયર્લેન્ડ સામેની પહેલી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં જો વૈભવ મેદાનમાં ઉતરશે તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે ડેબ્યૂ કરનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બનશે. સચિન તેંડુલકરે 1989માં 16 વર્ષની ઉંમરે પાકિસ્તાન સામે ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. હવે વૈભવ પાસે તે રેકોર્ડ ફરીથી લખવાની તક છે, ત્યારે તે મહાન સચિન તેંડુલકરના 37 વર્ષ જૂના રેકોર્ડને તોડશે?

જો કે, વિશ્વના સૌથી નાની ઉંમરના આંતરરાષ્ટ્રીય ડેબ્યૂનો રેકોર્ડ રોમાનિયાના મારિયન ઘેરાસિમના નામે છે. જેણે 2020માં બુલ્ગારિયા સામે માત્ર 14 વર્ષની ઉંમરે T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ડેબ્યૂ કર્યું હતું.

ક્રિકેટમાં રેકોર્ડ બનાવવા સહેલા છે પણ તેમને યાદગાર બનાવવા મુશ્કેલ છે. જેમ સચિન તેંડુલકરે પોતાની કારકિર્દીને મહાનતા સુધી પહોંચાડી હતી તેમ વૈભવનો ખરો પડકાર હવે શરૂ થશે. પરંતુ શ્રીલંકાની ઇનિંગ્સે એક વાત સાબિત કરી દીધી છે કે, યુવા બેટર પ્રેસરની સ્થિતિમાં પાછળ હટવાનો નથી. તે મોટી તકની રાહ જોતો નથી પરંતુ તક મળતાં જ તેને બદલી નાખે છે. જ્યારે વૈભવ ટીમ ઇન્ડિયાની જર્સી પહેરશે ત્યારે તે ભારતનો 120મો T20 આંતરરાષ્ટ્રીય ખેલાડી બનશે.