હેડ કોચે રોહિત શર્મા અને વિરાટ કોહલીને કેમ શ્રેય ન આપ્યો? પૂર્વ ક્રિકેટરનો 'ગંભીર' સવાલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gambhir Ignored Rohit and Kohli in Press Meet? : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે હવે ટી20 સીરિઝની શરૂઆત થઈ ગઈ છે. જે પહેલા ભારતીય ટીમે વનડે સીરિઝમાં સાઉથ આફ્રિકાને 2-1થી મ્હાત આપી હતી. વનડે સીરિઝમાં ભારતના સ્ટાર ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને શાનદાર ફોર્મમાં જોવા મળ્યા. જોકે કોચ સાથેના તેમના વિવાદની અટકળો હજુ શાંત થવાનું નામ નથી લઈ રહી. હવે ભારતના પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પાએ આ મામલે સવાલ ઉઠાવ્યા છે.
વિરાટ કોહલી અને રોહિત શર્માનો શાનદાર દેખાવ
વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામેની સીરિઝમાં 302 રન ફટકાર્યા જેમાં બે સેન્ચુરી સામેલ છે. કોહલીને પ્લેયર ઓફ ધ સીરિઝનો ઍવોર્ડ પણ આપવામાં આવ્યો. રોહિત શર્માએ પણ કુલ 146 રન ફટકાર્યા.
ગૌતમ ગંભીર સામે સવાલ
રોબિન ઉથપ્પાએ સવાલ ઉઠાવતા કહ્યું છે, કે 'મેચ બાદ પત્રકાર પરિષદમાં ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે રોહિત શર્મા અને વિરાટ કોહલીને જીતનો શ્રેય ન આપ્યો. આ બંને ખેલાડીઑ શાનદાર રમ્યા. બંને ખેલાડીઓએ ટીકાનો જવાબ પોતાની રમતથી આપ્યો. તેમ છતાં તેમનું નામ ન લેવાયું, જે મને ખૂબ અજીબ લાગ્યું.'
નોંધનીય છે કે ભારતીય ક્રિકેટ ટીમના કોચ અને રોહિત શર્મા તથા વિરાટ કોહલી સાથે ખટપટ થતી હોવાની અટકળો છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે.









