Get The App

દુબઈમાં ફસાયેલી ઓલિમ્પિક સ્ટાર સુરક્ષિત ભારત પહોંચી, વાપસી બાદ લખી ભાવુક પોસ્ટ

Updated: Mar 3rd, 2026

GS TEAM

Google News
Google News
દુબઈમાં ફસાયેલી ઓલિમ્પિક સ્ટાર સુરક્ષિત ભારત પહોંચી, વાપસી બાદ લખી ભાવુક પોસ્ટ 1 - image

US-Iran War: બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ આખરે સુરક્ષિત પોતાના ઘર બેંગલુરુ પરત ફરી છે. મધ્ય પૂર્વમાં વધી રહેલા અમેરિકા-ઈરાન-ઈઝરાયલ તણાવને કારણે એરસ્પેસ બંધ થવાને કારણે તે ઘણા દિવસોથી દુબઈમાં ફસાયેલી હતી. આ દરમિયાન નજીકમાં થયેલા વિસ્ફોટ બાદ દુબઈ એરપોર્ટથી ફ્લાઇટ્સ સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી, જેના કારણે સ્થિતિ વધુ અનિશ્ચિત થઈ ગઈ હતી.

આ સ્થિતિના કારણે પીવી સિંધુને 3 માર્ચ, 2026ના રોજ બર્મિંગહામમાં શરૂ થનારી પ્રતિષ્ઠિત ઓલ ઈંગ્લેન્ડ ઓપન ચેમ્પિયનશિપ (All England Open Championships)માંથી નામ પાછું ખેંચવું પડ્યું છે. આ ટુર્નામેન્ટ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF)ની સુપર 1000 ઈવેન્ટ છે અને પેરિસ ઓલિમ્પિક સાયકલની તૈયારી માટે તેને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી. આવી સ્થિતિમાં તેનું બહાર થવું મોટા અવરોધના રૂપમાં જોવામાં આવી રહ્યું છે.

સિંધુ પોતાની ટીમ સાથે જેમાં ઈન્ડોનેશિયન કોચ ઈરવાંસ્યાહ અદિ પ્રતામાનો પણ સામેલ હતો, તેઓ દુબઈમાં ફસાયેલા હતા અને તેમના રહેઠાણની નજીક વિસ્ફોટ થયા બાદ તેમનો માંડ-માંડ જીવ બચ્યો હતો. જોકે તેમને એક સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તણાવપૂર્ણ પરિસ્થિતિ અને મુસાફરીમાં વિક્ષેપોને કારણે ઓલિમ્પિક મેડલ વિજેતાને ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપમાંથી હટી જવું પડ્યું.

પીવી સિંધુની ભાવુક પોસ્ટ

બેંગલુરુ પહોંચ્યા બાદ સિંધુએ સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી. તેણે લખ્યું કે, 'છેલ્લા કેટલાક દિવસો ખૂબ જ તણાવપૂર્ણ અને અનિશ્ચિત રહ્યા, પરંતુ સુરક્ષિત રીતે ઘરે પરત ફરવા બદલ આભારી અનુભવી રહી છું.' તેણે  દુબઈ વહીવટી તંત્ર, એરપોર્ટ સ્ટાફ, ઈમિગ્રેશન અધિકારીઓ અને ગ્રાઉન્ડ ટીમોનો ખાસ આભાર માન્યો, જેમણે મુશ્કેલ સમયમાં સહાનુભૂતિ અને પ્રોફેશનલિઝમ વલણ દેખાડ્યું.


સિંધુએ સંકેત આપ્યો કે, હાલમાં તે આરામ કરશે, ખુદને રિસેટ કરશે અને આગળની ટ્રેનિંગ યોજના પર વિચાર કરશે. જોકે, તાજેતરની સ્થિતિને જોતા તેના આગામી ટુર્નામેન્ટ અને પ્રેક્ટિસ કાર્યક્રમને લઈને તસવીર સ્પષ્ટ નથી.

આ પણ વાંચો: મિડલ ઈસ્ટ યુદ્ધમાં ઈઝરાયલનો ડબલ એટેક! ઈરાન અને લેબેનોનમાં હાહાકાર

સિંધુએ બાય રોડ ઓમાન જવાનો વિચાર કર્યો હતો

આ અગાઉ ભારતના પૂર્વ કોચ વિમલ કુમારે જણાવ્યું હતું કે, 'અમે બાય રોડ ઓમાન જવાનું વિચાર્યું હતું. એક એથલીટ માટે આ મુશ્કેલ હોય છે કારણ કે, તે ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી હતી અને તેની આખી ટીમ ઓલ ઈંગ્લેન્ડ માટે ઉત્સાહિત હતી. જો કે, બાય રોડ ઓમાન જવું જોખમી હોવાથી અમે તે પ્લાન છોડી દીધો.'