Get The App

રુષિ સુનક પીએમ બન્યા અને લોકો આશિષ નહેરાને અભિનંદન આપવા માંડ્યા

Updated: Oct 25th, 2022

GS TEAM

Google News
Google News
રુષિ સુનક પીએમ બન્યા અને લોકો આશિષ નહેરાને અભિનંદન આપવા માંડ્યા 1 - image


નવી દિલ્હી,તા.25.ઓક્ટોબર,2022 મંગળવાર

દિવાળીના દિવસે જ ભારતીય મૂળના રુષિ સુનકની બ્રિટનના નવા પીએમ તરીકે વરણીની જાહેરાત કરવામાં આવી હતી.

રસપ્રદ વાત એ છે કે, રુષિ સુનક પીએમ બન્યા છે અને ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર આશિષ નહેરાને સોશિયલ મીડિયા પર લોકો  અભિનંદન આપી રહ્યા છે.સોશિયલ મીડિયા પર આશિષ નહેરા છવાઈ ગયો છે.કારણકે રુષિ સુનક અને આશિષ નહેરાનો ચહેરો ખાસી હદે મળતો આવે છે.

રુષિ સુનક પીએમ બન્યા અને લોકો આશિષ નહેરાને અભિનંદન આપવા માંડ્યા 2 - image

લોકો સોશિયલ મીડિયા પર રુષિ સુનક અને આશિષ નહેરાની તસવીરો પણ શેર કરીને પોતાની વાત સાચી સાબિત કરી રહ્યા છે.લોકોએ આશિષ નહેરાનો ફોટો પોસ્ટ કરીને પીએમ બનવા પર અભિનંદન પણ આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, રુષિ સુનકનો જન્મ બ્રિટનમાં જ થયો હતો.તેમના દાદા દાદી પાકિસ્તાનના ગુજરાનવાલા શહેરમાં રહેતા હતા.એ પછી સુનકના માતા પિતા પહેલા આફ્રિકા ગયા હતા અને ત્યાંથી બ્રિટેનમાં સ્થાયી થયા હતા.

સુનક બ્રિટનના પીએમ બન્યા છે ત્યારથી ભારતમાં સોશિયલ મીડિયા પર તેમને લઈને ખાસી ચર્ચાઓ ચાલી રહી છે.

રુષિ સુનક પીએમ બન્યા અને લોકો આશિષ નહેરાને અભિનંદન આપવા માંડ્યા 3 - image

Tags :