ટી 20 વિશ્વકપ સ્પર્ધામાં યુગાન્ડા રમશે, દક્ષિણ આફ્રિકા પછી પાંચમો આફ્રિકન દેશ
યુગાન્ડાએ કુલ 6 માંથી 5 મેચ જીતીને 20 વિશ્વકપમાં સ્થાન મેળવ્યું
યુએસએ પણ ટી 20 વિશ્વકપ 2024માં ભાગ લેશે
કંપાલા,૩૦ નવેમ્બર,૨૦૨૩,ગુરુવાર
2023નો ક્રિક્રેટ વિશ્વકપ પૂર્ણ થયા પછી ક્રિકેટ ચાહકો 2024માં યોજાનારા ટી 20 વિશ્વકપની રાહ જોઇ રહયા છે. છેલ્લા કેટલાક વર્ષોથી મર્યાદિત 20 ઓવરની ક્રિકેટ સ્પર્ધાએ ખૂબ આકર્ષણ જમાવ્યું છે. આઇસીસી મેન્સ ટી 20 વિશ્વકપ માટે યુગાન્ડા પ્રથમ વાર કવોલિફાય થયું છે. આ સાથે જ દક્ષિણ આફ્રિકા પછી યુગાન્ડા આફ્રિકા ખંડનો 5 મો દેશ બન્યો છે.
યુગાન્ડાએ કવાલીફાયરમાં તાંઝાનિયાને 8 વિકેટથી હરાવ્યું હતું. ત્યાર પછી નામીબિયા સામે ઓલ રાઉન્ડર ડેવિડ વિસેએ 17 રનમાં 4 વિકેટ ઝડપીને શાનદાર પ્રદર્શન કરતા 6 વિકેટથી હારનો સામનો કરવો પડયો હતો. યુગાન્ડાએ કુલ 6 મેચોમાંથી પાંચ જીતીને આઇસીસી પુરુષ ટી 20 વિશ્વકપમાં કવોલીફાયરમાં પ્રવેશ મેળવ્યો છે. આ ઉપરાંત વેસ્ટ ઇન્ડિઝ અને યુએસએ પણ ટી 20 વિશ્વકપ 2024માં પ્રવેશ મેળવી લીધો છે. યુએસએની પણ આંતરરાષ્ટ્રીટ વિશ્વકપમાં પ્રથમ વાર જોવા મળશે.