U19 મહિલા વર્લ્ડકપ : ઈંગ્લેન્ડ સામે ભારતીય બોલરોનો મજબુત દેખાવ, ટીટાસ-અર્ચનાને મળી સફળતા
ભારતે ટોસ જીત્યો, ઈંગ્લેન્ડની બેટિંગ : ઈંગ્લેન્ડની ટોપ-3 ખેલાડી સસ્તામાં આઉટ
સેનવેસ પાર્ક પર રમાયેલી અત્યાર સુધીની મેચોમાં ભારતીય ટીમનો મજબુત દેખાવ
Image Twitter |
બર્મિંગહામ,તા.29 જાન્યુઆરી-2023, રવિવાર
આજે સાઉથ આફ્રિકામાં ICC અન્ડર-19 T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારતે ટોસ જીતી પહેલા બોલિંગ લેવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ઈંગ્લેન્ડની મહિલા ટીમ બેટીંગ કરી છે, દરમિયાન ભારતીય મહિલા ટીમે શરૂઆતમાં જ ઈંગ્લેન્ડની ટીમ પર હાવી થઈ છે. ભારતીય મહિલા બોલર ટીટાસ દાસ અને અર્ચના દેવીએ ઈંગ્લેન્ડના ટોપની ખેલાડીઓને પેવેલીયન ભેગી કરી દીધી છે. દરમિયાન ICC અન્ડર-19 T20 વર્લ્ડકપની શરૂઆતથી જ ભારતીય ટીમનો મજબુત દેખાવ જોવા મળી રહ્યો છે, જેને જોતા ટીમ ફાઈનલમાં પહોંચી છે.
ભારતીય મહિલા ટીમને વર્લ્ડકપ જીતવાની તક
આજનો દિવસ ભારતીય અન્ડર-19 મહિલા ટીમ માટે ખુબ જ મહત્વનો છે. આજે શેફાલી વર્માના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમ પાસે ઈતિહાસ બનાવવાનો અને વર્ષ 2023નો પહેલો વર્લ્ડકપ જીતવાની સુનહરી તક છે. આ મેચ પોચેફસ્ટ્રૂમના સેનવેસ પાર્કમાં રમાઈ રહી છે.
અગાઉ ભારતે આ જ મેદાન પર વિજય મેળવ્યો હતો
સેનવેસ પાર્કના મેદાન પર જ ઇન્ડિયન ટીમે ન્યૂઝીલેંડ સામે મેચ રમી હતી જેમાં ભારતે 8 વિકેટથી વિજય મેળવી હતી. ફાઈનલમાં ભારતીય ટીમ માટે ઈંગ્લેંડ સામે ટક્કર એટલી સહેલી નથી હોવાની. જણાવી દઈએ કે ઈંગ્લેંડની ટીમ આ સંપૂર્ણ ટુર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી. ઈંગ્લેંડ ઓસ્ટ્રેલિયા, વેસ્ટઇન્ડીઝ, આયરલેંડ, રવાંડા, પાકિસ્તાન અને ઝિમ્બાબ્વેને પણ હરાવી ચુકી છે. જયારે ઇન્ડિયન ટીમે અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં કુલ 6 મેચો રમી છે. જેમાંથી ભારતે 5માં જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયા સામેની એક મેચમાં ભારતને કારમી પરાજયનું મો જોવું પડ્યું હતું. ઇન્ડિયન ટીમ આ ટુર્નામેન્ટમાં ન્યૂઝીલેંડ (સેમીફાઈનલ), શ્રીલંકા, સ્કોટલૅન્ડ, યુએઈ અને સાઉથ આફ્રિકાને હરાવી ફાઈનલ સુધી પહોંચી છે.
આ ભારતીય ખેલાડીઓનો વર્લ્ડકપમાં ધમાલ:
ICC અન્ડર-19 મહિલા T20 વર્લ્ડકપના પહેલા સીઝનમાં 18 વર્ષીય ઇન્ડિયન બેટર શ્વેતા સહરાવતએ શાનદાર પ્રદર્શન દ્વારા ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા છે. આ ટુર્નામેન્ટમાં શ્વેતાએ 6 મેચો રમી છે જેમાં તેણે સૌથી વધારે 292 રન બનાવ્યા છે. ન્યૂઝીલેંડ સામે રમાયેલી સેમીફાઈનલ મેચમાં શ્વેતા 45 બોલમાં 61 રન બનાવી અણનમ રહી હતી. શ્વેતા આ ટુર્નામેન્ટની ટોપ સ્કોરર છે. જયારે ઇન્ડિયન કેપ્ટન શેફાલી વર્મા બીજા નંબરે છે. શેફાલીએ 6 મેચ દરમિયાન 157 રન બનાવ્યા છે. શેફાલી સીનિયર ટીમની પણ મહત્વપૂર્ણ સદસ્ય છે.
બોલિંગમાં લેગ સ્પિનર પાર્શવી ચોપડાએ પણ ખુબ સરસ પ્રદર્શન કર્યું છે. પાર્શવીએ 5 મેચ રમી છે જેમાં તેણે કુલ 9 વિકેટો ઝડપી છે. ન્યૂઝીલેંડ સામે રમાયેલ સેમીફાઈનલ મેચમાં પાર્શવી પ્લેયર ઓફ ધ મેચ પણ હતી. પાર્શવીએ આ મેચમાં 20 રન આપી 3 વિકેટ ઝડપ્યા હતા.
વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાની સફર:
- 1. સાઉથ આફ્રિકા સામે 7 વિકેટથી વિજય
- 2. યુએઈને 122 રનોથી હરાવી
- 3. સ્કોટલૅન્ડને 83 રનોથી આપી માત
- 4. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 7 વિકેટથી કારમી પરાજય
- 5. શ્રીલંકા વિરુદ્ધ 7 વિકેટથી જીત
- 6. ન્યૂઝીલેંડને 8 વિકેટથી હરાવી ફાઈનલમાં એન્ટ્રી