India vs Bangladesh: ભારતીય ટીમનો મુકાબલો શનિવારે (17 જાન્યુઆરી) ICC મેન્સ અંડર-19 વર્લ્ડ કપ 2026માં બાંગ્લાદેશ સામે થયો હતો. ભારતીય ટીમે DLS પદ્ધતિ હેઠળ 18 રનથી રોમાંચક વિજય મેળવ્યો હતો. વરસાદને કારણે બાંગ્લાદેશને 29 ઓવરમાં 165 રનનો સુધારેલો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, પરંતુ બાંગ્લાદેશની ટીમ 146 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
આ ટુર્નામેન્ટમાં આ ભારતીય ટીમની સતત બીજી જીત છે. ભારતે DLS પદ્ધતિ હેઠળ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ) ને 6 વિકેટથી હરાવીને ટુર્નામેન્ટની ધમાકેદાર શરૂઆત કરી હતી. હવે, ભારતીય ટીમે બાંગ્લાદેશ સામેની મેચમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું.
ઈન્ડિયા અંડર-19 પ્લેઈંગ 11: આયુષ મ્હાત્રે (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, વેદાંત ત્રિવેદી, વિહાન મલ્હોત્રા, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), કનિષ્ક ચૌહાણ, હરવંશ પંગાલિયા, આરએસ અમ્બરીશ, હેનિલ પટેલ, દિપેશ દેવેન્દ્રન અને ખિલાન પટેલ.


