Sports

મોહસિન નકવીની ફરી ફજેતી! ભારતની જુનિયર ટીમે રનર-અપ ટ્રોફી અને મેડલ ACC ચીફના હાથે ના લીધા

By GS TEAM
21 Dec 20253 mins read
TukuTouch Logo
રવિવાર (21 ડિસેમ્બર) દુબઈમાં U19 એશિયા કપ 2025 ફાઇનલ હાઈ-વોલ્ટેજ ડ્રામા થયો હતી. ભારતીય ટીમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચેરમેન અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના ચીફ મોહસીન નકવીને રીતસરના અવગણી દીધા હતા. એશિયા કપમાં સિનિયર ટીમ ઈન્ડિયા બાદ U19ની ટીમે પણ નકવી પાસેથી મેડલ સ્વીકારવાની ચોખ્ખી ના કહી દીધી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

મોહસિન નકવીની ફરી ફજેતી! ભારતની જુનિયર ટીમે રનર-અપ ટ્રોફી અને મેડલ ACC ચીફના હાથે ના લીધા

U19 Asia Cup 2025 : રવિવાર (21 ડિસેમ્બર) દુબઈમાં U19 એશિયા કપ 2025 ફાઇનલ મેચ બાદ હાઈ-વોલ્ટેજ ડ્રામા થયો હતો. ભારતીય ટીમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચેરમેન અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના ચીફ મોહસીન નકવીને રીતસરના અવગણી દીધા હતા. એશિયા કપમાં સિનિયર ટીમ ઈન્ડિયા બાદ U19ની ટીમે પણ નકવી પાસેથી મેડલ સ્વીકારવાની ચોખ્ખી ના કહી દીધી હતી.

નકવીના બદલે અધિકારીઓએ આપ્યા મેડલ 

મહત્વનું છે કે પાકિસ્તાને ભારતને હરાવીને U19 એશિયા કપ 2025નું ટાઈટલ પોતાને નામ કર્યું હતું. જે બાદ વિનર અને રનર અપ ટીમને મેડલ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જ્યાં મોહસીન નકવીએ પાકિસ્તાન ટીમને ટ્રોફી અર્પણ કરી અને ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સાથે ઉજવણીના ફોટોગ્રાફ્સ પડાવ્યા હતા તો બીજી તરફ ભારતીય ખેલાડીઓએ નકવી સાથે સ્ટેજ શેર કરવા મનાઈ ફરમાવી હતી. જેથી મુખ્ય મંચથી અલગ જઈને અધિકારીઓએ ટીમ ભારતને રનર અપ ટ્રોફી અને મેડલ આપ્યા હતા, જ્યાં નકવી હાજર ન હતા. 

ACC પ્રમુખ નકવીની ઈન્ટરનેશનલ ફજેતી

ઓપરેશન સિંદૂર બાદ યોજાયેલા એશિયા કપમાં મોહસીન નકવી સતત ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. પહેલા સિનિયર ટીમ ઈન્ડિયાએ નકવીના હાથેથી ટ્રોફી લીધી ન હતી. એશિયા કપની ટ્રોફી નકવી પોતાની સાથે લઈ ગયા હતા. આજે U19 ટીમે મેડલ ન લેવાની હામ ભરતા ફરી ACC પ્રમુખ નકવીની ઈન્ટરનેશનલ ફજેતી થઈ છે.

પાકિસ્તાને ભારતીય ટીમને આપ્યો હતો વિશાળ ટાર્ગેટ

ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે ACC અંડર 19 એશિયા કપની ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં ભારતીય ટીમનો કારમો પરાજય થયો છે. ફાઈનલ મેચમાં આવીને ભારતીય ટીમ ટ્રોફી જીતી શકી નહીં. પાકિસ્તાને વિશાળ સ્કોર બનાવ્યા બાદ ભારતીય ટીમના ખેલાડીઓ બેટિંગમાં ફ્લોપ સાબિત થયા. પાકિસ્તાને પહેલા બેટિંગ કરી ભારતીય ટીમને 348 રનનો ટાર્ગેટ આપ્યો. જેનો પીછો કરતાં ટીમ ઈન્ડિયા 156માં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતના ડી દિપેશે સૌથી વધુ ત્રણ વિકેટ ખેરવી હતી.

પાકિસ્તાનના સમીરે 172 રન ફટકાર્યા 

મેચમાં ટોસ જીતીને ભારતે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાને 50 ઓવરમાં 347 રન ફટકાર્યા. જેમાં સૌથી વધુ સમીર મિનહાસે 172 રન ફટકાર્યા. જ્યારે અહેમદ હુસૈને 56 રનની ઈનિંગ રમી. ઉસ્માન ખાને 35 રન બનાવ્યા.  ભારતની બોલિંગમાં સૌથી વધુ ડી દિપેશે ત્રણ વિકેટ ખેરવી. જ્યારે ખિલન પટેલ અને હેનિલ પટેલે બે બે બેટર્સને પવેલિયનભેગા કર્યા. જોકે પાકિસ્તાનના સમીરને આઉટ કરવામાં ભારતીય બોલર્સ નબળા સાબિત થયા જેના કારણે પાકિસ્તાન 347 રનોનો પહાડ ઊભો કરી નાંખ્યો. 

તુ મારા જૂતાની ધૂળ બરાબર...: વૈભવ સૂર્યવંશી

અંડર-19 એશિયા કપની ફાઈનલ મેચમાં વૈભવ સૂર્યવંશીએ 10 બોલમાં 26 રન કર્યા હતા, પરંતુ અલી રેજાની બોલિંગમાં વિકેટકીપર હમજા જહુરે કેચ કરતાં વૈભવ આઉટ થયો હતો. આ દરમિયાન વૈભન શાંતિથી પવેલિયન જઈ રહ્યો હતો. પરંતુ પાકિસ્તાની બોલર વિકેટ મળતાં વધારે જ ખુશ જોવા મળ્યો હતો. જેને લઈને પ્રતિક્રિયા આપતાં વૈભવે ઈશારો કરતાં કહ્યું કે, 'તુ મારા જૂતાની ધૂળ બરાબર છો...' જેનો વીડિયો વાઈરલ થયો છે.

પ્લેઈંગ ઈલેવન: 

ભારતીય ટીમ : આયુષ મ્હાત્રે, વૈભવ સૂર્યવંશી, એરોન જોર્જ, વિહાન મલ્હોત્રા, વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડુ, કનિષ્ક ચૌહાણ, ખિલન પટેલ, હેનિલ પટેલ, ડી દિપેશ, કે કે સિંહ

પાકિસ્તાની ટીમ : સમીર મિનહાસ, ઉસ્માન ખાન, અહેમદ હુસૈન, ફરહાન યુસુફ, હમઝા ઝહૂર, હુઝૈફા અહેસાન, નિકાબ શાફિક, મોહમ્મદ શ્યાન, અલી રઝા, અબ્દુલ સુભાન, મોહમ્મદ સય્યામ