IPL 2025 ના ટોપ-5 સૌથી લાંબા છગ્ગા, જેમાં 3 તો સનરાઈઝર્સ હૈદરાબાદના બેટર્સે ફટકાર્યા
IPL 2025: IPL 2025 માં સૌથી લાંબા છગ્ગા ફટકારનારા ટોપ-5 બેટ્સમેનોની યાદીમાં નવું નામ આન્દ્રે રસેલનું જોડાઈ ગયું છે. તેણે દિલ્હી કેપિટલ્સ સામે મિચેલ સ્ટાર્કના બોલ પર 106 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો હતો. ચાલો જાણીએ આ યાદીમાં બીજા કયા-કયા બેટર્સ છે.
ક્લાસેને 106 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો
IPL 2025માં સૌથી લાંબો છગ્ગો ફટકારવાનો રેકોર્ડ હેનરિક ક્લાસેનના નામ પર છે, તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે SRH માટે 107 મીટરનો છગ્ગો ફટકાર્યો હતો.
રસેલે દેખાડ્યો કેરેબિયન પાવર
આ સિઝનમાં સૌથી લાંબો છગ્ગો ફટકારવાના મામલે આન્દ્રે રસેલ બીજા સ્થાને પહોંચી ગયો છે. રસેલે દિલ્હી કેપિટલ્સ સામે KKR માટે 106 મીટરનો છગ્ગો ફટકાર્યો હતો. તેણે મિચેલ સ્ટાર્કનો બોલ મીડિયા બોક્સ પાસે મોકલી દીધો હતો.
અભિષેકનો 106 મીટરનો છગ્ગો
સનરાઈઝર્સ હૈદરાબાદના ઓપનર અભિષેક શર્મા પણ IPL 2025માં 106 મીટર લાંબો છગ્ગો ફટકારી ચૂક્યો છે. તેણે પંજાબ કિંગ્સ સામે 106 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો હતો.
ફિલ સોલ્ટ પણ કરી ચૂક્યો છે પ્રહાર
આ પણ વાંચો: VIDEO : રિંકુ સિંહને એક પછી એક બે લાફા ઝીંકી દીધા કુલદીપ યાદવે, મેચ બાદ બની ઘટના
RCBનો બેટર ફિલ સોલ્ટ આ યાદીમાં ચોથા નંબર પર છે. સોલ્ટે બેંગલુરુમાં ગુજરાત ટાઈટન્સ સામે 105 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો હતો.
ટ્રેવિસ હેડ પણ છે ટોપ-5માં
IPLની આ સીઝનમાં સૌથી લાંબા છગ્ગા ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં ટ્રેવિસ હેડનું નામ પણ સામેલ છે. રાજસ્થાન રોયલ્સ સામે તેણે 105 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો હતો.