Get The App

ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે સિરીઝની નિર્ણાયક T20 મેચ, ફ્લોરિડામાં બંને ટીમોની થશે ટક્કર

બંને ટીમોએ સિરીઝમાં બે-બે મેચ જીતી છે

ભારતે ચોથી મેચમાં વિન્ડિઝને 9 વિકેટે હરાવ્યુ

Updated: Aug 13th, 2023

GS TEAM

Google News
Google News
ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે સિરીઝની નિર્ણાયક T20 મેચ, ફ્લોરિડામાં બંને ટીમોની થશે ટક્કર 1 - image

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T20 સિરીઝમાં 4 મેચ રમાઈ ચુકી છે. ભારતે 4 મેચ બાદ સિરીઝ 2-2થી બરાબર કરી દીધી છે. શરૂઆતમાં વેસ્ટ ઈન્ડિઝે સળંગ બે મેચ જીતી હતી. ત્યારબાદ બાકીની બે મેચમાં ભારતે વાપસી કરીને જીત પોતાના નામે કરી હતી. હવે શ્રેણીની પાંચમી અને નિર્ણાયક મેચ આજે ફ્લોરિડાના સેન્ટ્રલ બ્રોવાર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ પર રમાશે.

હેડ ટુ હેડ

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી T20 મેચોમાં ભારતનું પલડું ભારે છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અત્યાર સુધીમાં 29 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે, જેમાં ભારતીય ટીમે 19 મેચમાં જીત મેળવી છે જયારે વેસ્ટ ઇન્ડીઝની ટીમે 9 મેચમાં જીત મેળવી છે.

બંને ટીમોની સ્કોડ

ભારત

યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન (wkt), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા (c), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, મુકેશ કુમાર, કુલદીપ યાદવ, આવેશ ખાન, રવિ બિશ્નોઈ, તિલક વર્મા

વેસ્ટ ઈન્ડિઝ

કાયલ મેયર્સ, જોહ્ન્સન ચાર્લ્સ, નિકોલસ પૂરન (wkt), શાઈ હોપ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ (c), જેસન હોલ્ડર, અકીલ હુસૈન, અલઝારી જોસેફ, ઓબેદ મેકકોય, ઓશેન થોમસ, બ્રેન્ડન કિંગ, ઓડિયન સ્મિથ, રોસ્ટન ચેઝ, રોમારિયો શેફર્ડ

Tags :