Tim David Creates IPL History: IPLમાં સૌથી વધુ રન બનાવવામાં સૌથી વધુ છગ્ગા અને સૌથી વધુ ચોગ્ગા ફટકારવામાં દિગ્ગજ ભારતીય બેટર સૌથી આગળ છે. જો કે, સૌથી ઝડપી ગતિએ રન બનાવવાની વાત આવે ત્યારે સૌથી પાવરફૂલ ખેલાડીઓની લિસ્ટમાં હવે ટિમ ડેવિડનો પણ સમાવેશ થાય છે. ડેવિડે 74 છગ્ગા અને 64 ચોગ્ગા ફટકારી 1000 રન કરીને ઈતિહાસ રચ્યો છે.
ટિમ ડેવિડે રચ્યો ઈતિહાસ!
ઓસ્ટ્રેલિયાના બેટર ટિમ ડેવિડે IPL કરિયરમાં 1000 રન પૂરા કરી લીધા છે. આમ આટલા રન કરનાર તે બીજો સૌથી ફાસ્ટ બેટર છે. તેણે બેંગલુરુ અને દિલ્હીની મેચમાં કમાલ કરી હતી.
દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB) તરફથી રમતા ડેવિડે ફક્ત 560 બોલમાં 1000 રન પૂરા કર્યા. ડેવિડે 560 બોલમાં 74 છગ્ગા અને 64 ચોગ્ગા ફટકાર્યા છે. તેણે 56 IPL મેચની 50 ઈનિંગ્સમાં 1000 રન પૂરા કર્યા છે. જેમાં તેણે ટ્રેવિસ હેડ અને ફિલ સોલ્ટ જેવા દિગ્ગજ ખેલાડીને પાછળ છોડી દીધા છે.
સૌથી ઝડપી ગતિએ રન બનાવવા મામલે ડેવિડ આન્દ્રે રસેલનો રિકોર્ડ તોડી શક્યો નથી. જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સના પૂર્વ ઓલરાઉન્ડરે માત્ર 545 બોલમાં આ ઉપલબ્ધિ હાસલ કરી હતી.


