તિલક વર્માની એક ભૂલથી મેદાન પર ભારે ડ્રામા: અમ્પાયરના નિર્ણય સામે ભડક્યા પાકિસ્તાની ખેલાડીઓ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IND vs PAK Match : દોહાના વેસ્ટ એન્ડ પાર્ક ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલા ACC મેન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2026ના ગ્રુપ સ્ટેજ મુકાબલામાં પાકિસ્તાન-એ ટીમે ભારત-એ ને 48 રનથી પરાજય આપ્યો છે. રવિવાર (22 નવેમ્બર) ના રોજ રમાયેલી આ મેચના અંતિમ તબક્કામાં ભારતીય કેપ્ટન તિલક વર્માની પોઝિશન અને અમ્પાયરના નિર્ણયને લઈને મેદાન પર ભારે ડ્રામા સર્જાયો હતો.
44મી ઓવરમાં શું બન્યું હતું?
ભારતની ઈનિંગ્સની 44મી ઓવરની શરૂઆતમાં પાકિસ્તાન-એ ના ફાસ્ટ બોલર અલી રઝા ઓવર ધ વિકેટ બોલિંગ કરી રહ્યા હતા અને શાહબાઝ અહમદ સ્ટ્રાઈક પર હતા. નોન-સ્ટ્રાઈકર છેડે ઊભેલા તિલક વર્મા બોલરની એ જ તરફ ઊભા હતા, જ્યારે તેના માટે અમ્પાયરની મંજૂરી લેવી જરૂરી હોય છે.
અલી રઝાએ નાખેલા પ્રથમ બોલને શાહબાઝ અહમદે મિડ-ઓફ તરફ રમ્યો હતો અને તે ડોટ બોલ રહ્યો હતો. જોકે, ત્યારબાદ અમ્પાયરે તિલકની ખોટી પોઝિશન પર ધ્યાન આપીને બોલને 'ડેડ બોલ' જાહેર કર્યો હતો અને અલી રઝાને તે જ બોલ ફરીથી નાખવાની સૂચના આપી હતી.
પાકિસ્તાની ખેલાડીઓ અને અમ્પાયર વચ્ચે ચર્ચા
અમ્પાયરના આ નિર્ણયથી પાકિસ્તાની ટીમ નારાજ થઈ હતી. પાકિસ્તાન-એ ના કેપ્ટન અબ્દુલ સમદ અને અન્ય ખેલાડીઓએ મેદાન પર અમ્પાયર્સ સાથે લાંબી ચર્ચા કરી હતી અને નિર્ણય સામે સવાલ ઉઠાવ્યા હતા. આ દરમિયાન તિલક વર્માએ પણ અબ્દુલ સમદ સાથે વાતચીત કરી હતી.
ફરી નાખેલા બોલ પર મળ્યો 1 રન, શાહબાઝ આઉટ
અમ્પાયરે પોતાનો નિર્ણય યથાવત રાખતા પાકિસ્તાને તે બોલ ફરીથી નાખવો પડ્યો હતો. ફરી નાખવામાં આવેલા બોલ પર શાહબાઝ અહમદે 1 રન લીધો હતો, જેનાથી અગાઉના ડોટ બોલને બદલે ભારતને 1 રન મળ્યો હતો. જોકે, આ જ 44મી ઓવરમાં શાહબાઝ અહમદ આઉટ થતાં 314 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહેલી ભારત-એ ટીમને સાતમો ઝટકો લાગ્યો હતો અને આખરે મેચ પાકિસ્તાન-એ ના પક્ષમાં ગઈ હતી.




