Sports

તિલક વર્મા ઈજાગ્રસ્ત! હવે ટીમ ઈન્ડિયામાં કોની થશે એન્ટ્રી? લિસ્ટમાં આ 3 ખેલાડીઓનું નામ

By GS TEAM
8 Jan 20262 mins read
TukuTouch Logo
ટી20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત પહેલા ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ડાબોડી બેટ્સમેન તિલક વર્મા ઈજાગ્રસ્ત થતાં ન્યુઝીલેન્ડ સામે રમાનારી 5 મેચોની ટી20 સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. તેથી સિલેક્ટર્સને હૈદરાબાદના બેટ્સમેનને બદલે ટીમમાં બીજા ખેલાડીનો સમાવેશ કરવો પડશે. BCCI તરફથી તિલક વર્માની બાકાત અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આ દરમિયાન ટીમ ઈન્ડિયામાં તિલકની જગ્યાએ 3 ખેલાડીઓના નામ લિસ્ટમાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તિલક વર્મા ઈજાગ્રસ્ત! હવે ટીમ ઈન્ડિયામાં કોની થશે એન્ટ્રી? લિસ્ટમાં આ 3 ખેલાડીઓનું નામ

Tilak Varma Injured : ટી20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત પહેલા ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ડાબોડી બેટ્સમેન તિલક વર્મા ઈજાગ્રસ્ત થતાં ન્યુઝીલેન્ડ સામે રમાનારી 5 મેચોની ટી20 સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. તેથી સિલેક્ટર્સને હૈદરાબાદના બેટ્સમેનને બદલે ટીમમાં બીજા ખેલાડીનો સમાવેશ કરવો પડશે. BCCI તરફથી તિલક વર્માની બાકાત અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આ દરમિયાન ટીમ ઈન્ડિયામાં તિલકની જગ્યાએ 3 ખેલાડીઓના નામ લિસ્ટમાં છે.

શ્રેયસની સરપ્રાઈઝ એન્ટ્રી થવાની શક્યતા

શ્રેયસ ઐયર મિડલ ઓર્ડરમાં તિલક વર્માનો સૌથી સારો વિકલ્પ બની શકે છે. આનાથી શ્રેયસની ટી20 ટીમમાં વાપસી થઈ શકે છે. ઐયરને રમવા માટે ફિટ જાહેર કરવામાં આવ્યો છે. વિજય હજારે ટ્રોફીમાં પંજાબ સામે મુંબઈ તરફથી શ્રેયસે 34 બોલમાં 45 રન બનાવ્યા હતા. તેણે અગાઉ હિમાચલ પ્રદેશ સામે 53 બોલમાં 82 રન બનાવીને શાનદાર વાપસી કરી હતી.

પોતાની કેપ્ટનશીપમાં IPLને ટ્રોફી અપાવનાર શ્રેયસ ટી20 સિલેક્ટર્સની નજરથી દૂર રહ્યો છે. શ્રેયસે તેની છેલ્લી ટી20 મેચ ડિસેમ્બર, 2023માં રમી હતી. પરંતુ તિલક વર્મા ઈજાગ્રસ્ત થયો હોવાથી ટીમમાં શ્રેયસની સરપ્રાઈઝ એન્ટ્રી થઈ શકે છે. 

આ પણ વાંચો: VIDEO : ઋતુરાજ ગાયકવાડે 134 રન ફટકારી રચ્યો ઈતિહાસ: કોહલી-પૂજારાને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ઋતુરાજ ગાયકવાડ પણ લઈ શકે

મહારાષ્ટ્રના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ઘરેલુ ક્રિકેટમાં શાનદાર ફોર્મમાં છે. 28 વર્ષીય જમણા હાથના બેટર ગાયકવાડે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ક્ષમતા સાબિત કરી છે. ગાયકવાડે IPLમાં નીચલા ક્રમમાં પણ બેટિંગ કરી છે, જ્યાં તે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમે છે.

સાઉથ આફ્રિકા સામે તાજેતરમાં જ પૂર્ણ થયેલી સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યા છતાં ગાયકવાડને ન્યૂઝીલેન્ડ સામે ભારતની વનડે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. પરંતુ હવે ટી20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ શકે છે. ગાયકવાડે વિજય હજારેની હાલની સિઝનમાં સાત ઈનિંગ્સમાં 413 રન બનાવ્યા છે.

ત્રીજું નામ છે દેવદત્ત પડિક્કલ

દેવદત્ત પડિક્કલ ઘરેલુ ક્રિકેટના તમામ ફોર્મેટમાં ખાસ કરીને વિજય હજારે ટ્રોફીમાં ઉત્તમ ફોર્મમાં રહ્યો છે. કર્ણાટકના આ બેટ્સમેને અત્યાર સુધીમાં માત્ર સાત ઇનિંગ્સમાં 91.42 ની સરેરાશથી 640 રન બનાવ્યા છે, જેમાં ચાર સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાને મોટો ફટકો: T20 વર્લ્ડ કપ પહેલા ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીમાંથી સ્ટાર ખેલાડી બહાર!

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ પડિક્કલ સારા ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે છ મેચમાં 167.02ના પ્રભાવશાળી સ્ટ્રાઇક રેટથી 309 રન બનાવ્યા હતા. તેના પ્રભાવશાળી ફોર્મ અને ડાબા હાથના બેટ્સમેન તરીકેની તેની ક્ષમતાને જોતાં સિલેક્ટર્સ ન્યુઝીલેન્ડ સામેની સીરિઝ માટે ઇજાગ્રસ્ત યુવાન તિલક વર્માના સંભવિત સ્થાને કર્ણાટકના બેટ્સમેન પર નજર રાખશે.