For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

VIDEO : હારી જતા ગુજરાતનો આ ધૂરંધર ખેલાડી રડી પડ્યો, કૅપ્ટન હાર્દિકે ગળે લગાવી ચૂપ કરાવ્યો

ફાઈનલ હારતાં જ અચાનક ખરાબ રીતે રોવા લાગ્યો હતો આ ધુરંધર ખેલાડી...

ચેન્નઈ સુપર કિંગ્સને જ્યારે ફાઈનલ મેચ જીતવા માટે છેલ્લા બે બોલમાં 10 રનની જરુર હતી

Updated: May 30th, 2023

Article Content Image
Image Twitter

તા. 30 મે 2023, મંગળવાર 

IPL 2023 ની શાનદાર મેચ સાથે પુરી થઈ હતી. મહેન્દ્રસિંહ ધોનીના કેપ્ટનશીપમાં IPL-2023 ની ફાઇનલ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સ સામે 5 વિકેટે જીત મેળવી હતી. 28મેના રોજ વરસાદના કારણે મેચ મોકૂફ રાખવી પડી હતી અને ગઈકાલે પણ વરસાદને કારણે લોકોના મનમાં ફરી એકવાર ડર ઉભો થયો હતો કે મેચ ફરીથી રદ થઈ શકે છે. પરંતુ મેચ રમાઈ હતી એન આ મેચમાં રવિન્દ્ર જાડેજાનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું હતું.

ચેન્નઈ સુપર કિંગ્સને જ્યારે ફાઈનલ મેચ જીતવા માટે છેલ્લા બે બોલમાં 10 રનની જરુર હતી ત્યારે રવિન્દ્ર જાડેજાએ છક્કા અને ચોક્કા મારી ગુજરાત ટાઈટન્સને હરાવી જીત મેળવી હતી. રવિન્દ્ર જાડેજાના આ જોરદાર પરફોર્મન્સ બાદ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ તેને પોતાના ખોળામાં બેસાડી લીધો હતો. 

ફાઈનલ હારતાં જ અચાનક ખરાબ રીતે રોવા લાગ્યો હતો આ ધુરંધર ખેલાડી...

ગુજરાત ટાઈટન્સ ફાઈનલ મેચ હારી ગયા બાદ સમગ્ર ટીમમાં ખામોશી છવાઈ ગઈ હતી, પરંતુ ગુજરાત ટાઈટન્સનો એક ખેલાડી અચાનક ખરાબ રીતે રોવા લાગ્યો હતો. જે પછી કેપ્ટન હાર્દિક પંડ્યાએ તેને ગળે લગાવી ચુપ કર્યો હતો. ખરેખર ચેન્નઈ સુપર કિંગ સામે મેચ હારી ગયા બાદ ટીમનો બેસ્ટ બોલર મોહિત શર્મા અચાનક પોતાની ટીમ માટે વિલન  બની ગયો હતો. મોહિત શર્મા પર ચેન્નઈ સુપર કિંગ સામે ફાઈનલ મેચમાં છેલ્લી ઓવરમાં 13 રનનો ખેલ હતો પરંતુ ટીમની મહેનત કામ આવી નહી. 

જાડેજાએ છેલ્લા બે બોલમાં છક્કા અને ચોક્કા ફટકારી ટીમને જીતાડી

ફાઈનલમાં છેલ્લા બે બોલમાં રવિન્દ્ર જાડેજાના બેટમાથી નિકળેલા છક્કા અને ચોક્કા પર મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ પાંચમી વખત આઈપીએલનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. નવાઈની વાત તો એ છે આ મેચમાં પાસા વારંવાર બદલાતા રહેતા હતા. અને મોહિત શર્માએ ચોકા અને છક્કા ફટકારીને ગુજરાતની જીત પર લગભગ મહોર મારી દીધી. પરંતુ રવિન્દ્ર જાડેજાનો ઈરાદો કાંઈક અલગ હતો. ચેન્નઈ સુપર કિંગ્સને છેલ્લા બે બોલમાં 10 રનની જરુર હતી, અને તે જાડેજાએ છેલ્લા બે બોલમાં છક્કા અને ચોક્કા ફટકારી જીત મેળવી લીધી.

Gujarat