Get The App

VIDEO: આને કહેવાય ફિલ્ડિંગ! સ્મિથે 'સુપરમેન' જેવી ડાઈવ લગાવીને પકડ્યો ખતરનાક કેચ

Updated: Jan 8th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: આને કહેવાય ફિલ્ડિંગ! સ્મિથે 'સુપરમેન' જેવી ડાઈવ લગાવીને પકડ્યો ખતરનાક કેચ 1 - image


Image: Facebook

New Zealand vs Sri Lanka: ન્યૂઝીલેન્ડ શ્રીલંકા વિરુદ્ધ ત્રણ મેચની વનડે સીરિઝમાં આગળ છે. મેજબાન ન્યૂઝીલેન્ડ બુધવારે વરસાદથી પ્રભાવિત બીજી વનડેમાં 113 રનથી વિજયી રહી છે. ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર નાથન સ્મિથે હેમિલ્ટનના મેદાન પર એક ખતરનાક કેચ પકડ્યો, જેણે તમામને ચોંકાવી દીધા. તેણે બાઉન્ડ્રીની નજીક સુપરમેન જેવી ડાઈવ લગાવી અને શ્રીલંકન બોલર એશન મલિંગા (4) ને પવેલિયનનો રસ્તો બતાવ્યો. સ્મિથના કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો.

મલિંગાએ વિલિયમ ઓરુર્કે દ્વારા નાખવામાં આવેલા 29મી ઓવરના અંતિમ બોલ પર મોટો શોટ મારવાનો પ્રયત્ન કર્યો. જોકે, ડાબા હાથથી બેટિંગ કરનાર મલિંગા યોગ્યરીતે બોલ કનેક્ટ કરી શક્યો નહીં. દરમિયાન બોલ થર્ડ મેનની દિશામાં જતો રહ્યો, જ્યાં સ્મિથે ગજબની સ્ફૂર્તિ બતાવી. તેણે બાઉન્ડ્રી પર દોડ્યા બાદ કેચ પકડ્યો. અમુક ક્ષણ માટે તેનું આખું શરીર હવામાં હતું. સ્મિથના કેચની ખૂબ પ્રશંસા થઈ રહી છે. એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરી, 'આને કહવાય સમર્પણ. કેચથી તમે મેચ જીતી શકો છો અને ન્યૂઝીલેન્ડના પ્લેયર્સને ઉડવાનું આવડે છે.'

આ પણ વાંચો: VIDEO : અર્શદીપ સિંહનો લાજવાબ ઈન સ્વિંગ બોલ! બેટર સાથે જોનારા જોતા જ રહી ગયા

વરસાદના કારણે બીજી વનડે 37 ઓવરની કરી દેવાઈ હતી. ન્યૂઝીલેન્ડે 37 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 255 રન બનાવ્યા. ઓલરાઉન્ડર રચિન રવિન્દ્ર (79) અને માર્ક ચેપમેન (62) એ અડધી સદી ફટકારી. શ્રીલંકાની તરફથી સૌથી વધુ વિકેટ સ્પિનર મહેશ થીક્ષાનાએ લીધી. તેણે વર્ષ 2025ની પહેલી હેટ્રિક લીધી. થીક્ષાણાએ ગ્લેન ફિલિપ્સ (22), કેપ્ટન મિચેલ સેંટનર (20) અને નાથન સ્મિથ (0) ને આઉટ કરી હેટ્રિક પૂરી કરી. લક્ષ્યનો પીછો કરતાં શ્રીલંકન ટીમ 30.2 ઓવરમાં 142 રન પર આઉટ થઈ ગઈ. શ્રીલંકા માટે કુસલ મેન્ડિસે સર્વોચ્ચ 62 રન બનાવ્યા.

Tags :