Get The App

ભારતીય ક્રિકેટ ટીમ આગામી પાંચ મહિનામાં ૩૦ મેચ રમશે

- હવે ૨૪ ફેબુ્રઆરી ૨૦૧૮ સુધી ભારતીય ટીમને ફૂરસદ નહીં મળે

- કુલ ૬ ટેસ્ટ, ૧૨ વન-ડે, ૧૨ ટ્વેન્ટી૨૦માં રમવાનું થશે

Updated: Oct 3rd, 2017

GS TEAM


Google News
Google News

મુંબઇ, તા. 2 ઓક્ટોબર, 2017, સોમવાર

વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમને હવે આગામી ચાર માસ સુધી શ્વાસ લેવાની પણ ફૂરસદ મળે તેની સંભાવના નથી. ભારતીય ક્રિકેટ ટીમ આગામી પાંચ મહિનામાં કુલ ૩૦ આંતરરાષ્ટ્રીય મેચમાં રમશે. જેમાં ૬ ટેસ્ટ, ૧૨ વન-ડે, ૧૨ ટ્વેન્ટી૨૦નો સમાવેશ થાય છે. ભારતીય ટીમ હવે ૭ થી ૧૩ ઓક્ટોબર દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે ત્રણ ટ્વેન્ટી૨૦ની શ્રેણીમાં રમશે. આ શ્રેણી પૂરી થયાના એક સપ્તાહમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતને રમવાનું છે. ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમ ભારતમાં ૨૨ ઓક્ટોબરથી ૭ નવેમ્બર દરમિયાન ત્રણ વન-ડે, ત્રણ ટ્વેન્ટી૨૦માં રમશે.

આજે શ્રીલંકાના ભારતપ્રવાસની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી પૂરી થયાના ૮ દિવસમાં ભારત અને શ્રીલંકા  વચ્ચેના મુકાબલાનો પ્રારંભ થશે. શ્રીલંકાની ટીમ ભારતમાં ૧૬ નવેમ્બરથી ૨૪ ડિસેમ્બર દરમિયાન ત્રણ ટેસ્ટ, ત્રણ વન-ડે, ત્રણ ટ્વેન્ટી૨૦માં રમશે. આ શ્રેણી વખતે બંને ટીમના પ્લેયર્સનો થાકથી બરાબરની પરેશાન થઇ ગઇ હશે. કેમકે, શ્રીલંકાની ટીમ પાકિસ્તાનમાં બે ટેસ્ટ-પાંચ વન-ડે-ત્રણ ટ્વેન્ટી૨૦ની શ્રેણી રમીને આવી હશે. આ ઉપરાંત ૨૦ થી ૨૪ ડિસેમ્બર એમ છ દિવસમાં ભારત-શ્રીલંકા ત્રણ ટ્વેન્ટી૨૦ની શ્રેણીમાં ટકરાવવાના છે.

શ્રીલંકા સામેની ટ્વેન્ટી૨૦ પૂરી થયાના પાંચ જ દિવસમાં એટલે કે ૩૦ ડિસેમ્બરથી ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકામાં બે દિવસીય વોર્મ અપ મેચમાં રમતી હશે. દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે ૫ જાન્યુઆરીથી ૨૪ ફેબુ્રઆરી સુધી ૩ ટેસ્ટ, ૬ વન-ડે અને ૩ ટ્વેન્ટી૨૦માં રમવાનું છે. આમ, હાલમાં ભારતીય ટીમનો જે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે એ જોતાં તેને નોન સ્ટોપ ક્રિકેટ રમવું પડશે.

ન્યૂઝીલેન્ડનો ભારતપ્રવાસ

તારીખ

મેચ

સ્થળ

૨૨ ઓક્ટોબર

પ્રથમ વન-ડે

મુંબઇ

૨૫ ઓક્ટોબર

બીજી વન-ડે

પૂણે

૨૯ ઓક્ટોબર

ત્રીજી વન-ડે

કાનપુર

૧ નવેમ્બર

પ્રથમ ટ્વેન્ટી૨૦

દિલ્હી

૪ નવેમ્બર

બીજી ટ્વેન્ટી૨૦

રાજકોટ

૭ નવેમ્બર

ત્રીજી ટ્વેન્ટી૨૦

તિરુવનંતપુરમ્

શ્રીલંકાનો ભારત પ્રવાસ

તારીખ

મેચ

સ્થળ

૧૬-૨૦ નવેમ્બર

પ્રથમ ટેસ્ટ

કોલકાતા

૨૪-૨૮ નવેમ્બર

બીજી ટેસ્ટ

નાગપુર

૨-૬ ડિસેમ્બર

ત્રીજી ટેસ્ટ

દિલ્હી

૧૦ ડિસેમ્બર

પ્રથમ વન-ડે

ધર્મશાલા

૧૩ ડિસેમ્બર

બીજી વન-ડે

મોહાલી

૧૭ ડિસેમ્બર

ત્રીજી વન-ડે

વિશાખાપટનમ

૨૦ ડિસેમ્બર

પ્રથમ ટી૨૦

કટક

૨૨ ડિસેમ્બર

બીજી ટી૨૦

ઇન્દોર

૨૪ ડિસેમ્બર

ત્રીજી ટી૨૦

મુંબઇ

ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ

તારીખ

મેચ

સ્થળ

૩૦-૩૧ ડિસે.

વોર્મ અપ

પાર્લ

૫-૯ જાન્યુઆરી

પ્રથમ ટેસ્ટ

કેપ ટાઉન

૧૩-૧૭ જાન્યુઆરી

બીજી ટેસ્ટ

સેન્ચ્યુરિયન

૨૪-૨૮ જાન્યુઆરી

ત્રીજી ટેસ્ટ

જો'બર્ગ

૧ ફેબુ્રઆરી

પ્રથમ વન-ડે

ડરબન

૪ ફેબુ્રઆરી

બીજી વન-ડે

સેન્ચ્યુરિયન

૭ ફેબુ્રઆરી

ત્રીજી વન-ડે

કેપ ટાઉન

૧૦ ફેબુ્રઆરી

ચોથી વન-ડે

જો'બર્ગ

૧૩ ફેબુ્રઆરી

પાંચમી વન-ડે

પોર્ટ એલિઝાબેથ

૧૬ ફેબુ્રઆરી

છઠ્ઠી વન-ડે

સેન્ચ્યુરિયન

૧૮ ફેબુ્રઆરી

પ્રથમ ટી૨૦

જો'બર્ગ

૨૧ ફેબુ્રઆરી

બીજી ટી૨૦

સેન્ચ્યુરિયન

૨૪ ફેબુ્રઆરી

ત્રીજી ટી૨૦

કેપ ટાઉન

 

Tags :