FOLLOW US

વિશ્વમાં ભારતનો ડંકો: અમદાવાદી યુવકે વર્લ્ડ પાવર લીફ્ટિંગ ચેમ્પિયન શિપમાં જીત્યા બે ગોલ્ડ

Updated: Sep 22nd, 2022


- આ વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ માનચેસ્ટર ખાતે યોજાઈ હતી

અમદાવાદ, તા. 22 સપ્ટેમ્બર 2022, ગુરૂવાર

વધુ એક વખત વિશ્વમાં ભારતનો ડંકો વાગ્યો છે. 26 વર્ષીય અમદાવાદી શક્તિસિંહ સોલંકીએ દેશને 2 મેડલ અપાવ્યા છે. શક્તિસિંહે વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયન શિપમાં બે મેડલ જીત્યા છે. વધુ એક વખત ભારતનો તિરંગો સૌથી ઉપર લહેરાયો છે. 2022 વર્લ્ડ લિફ્ટિંગ ચેમ્પિયન શિપ ભારતના નામે થઈ છે. 

આ વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયન શિપ માનચેસ્ટર ખાતે યોજાઈ હતી. પાવર લિફ્ટિંગ 110 કિલો વેટ કેટેગરીમાં ભારતના ખાતામાં બે ગોલ્ડ મેડલ આવ્યા છે. ગોલ્ડ મેડલ જીત્યા બાદ શક્તિસિંહ સોલંકી અમદાવાદ પહોંચ્યો હતો. તેમણે પોતાની જીતની ઉજવણી કરી હતી. 

ગોલ્ડ મેડાલિસ્ટ શક્તિસિંહ સોલંકી મૂળ ધંધુકા તાલુકાના હડાણા ગામનો વતની છે. 26 વર્ષીય શક્તિસિંહે ગોલ્ડ મેડલ જીતીને પોતાના દેશનું તથા વતનનું નામ રોશન કર્યું છે. 

Gujarat
English
Magazines