Get The App

સાઉથ આફ્રિકા ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રિષભ પંતની વાપસી, શમીને ન મળ્યો મોકો

Updated: Nov 5th, 2025

GS TEAM

Google News
Google News
સાઉથ આફ્રિકા ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રિષભ પંતની વાપસી, શમીને ન મળ્યો મોકો 1 - image
Image Source: IANS

Team India squad for Test series: ભારત-સાઉથ આફ્રિકા ટેસ્ટ સીરિઝ માટે આજે(5 નવેમ્બર) ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આ બે મેચની ટેસ્ટ સીરિઝ 14 નવેમ્બરથી શરૂ થશે. જોકે, આ સીરિઝની ખાસ વાત એ છે કે મોહમ્મદ શમીને ફરી એકવાર બહાર રાખવામાં આવ્યો છે. ઘરઆંગણે સીરિઝમાં શમીના પ્રદર્શન અને ટીમ પસંદગીને લઈને તાજેતરમાં થયેલા શાબ્દિક ઝઘડાને પગલે શમીનો સમાવેશ થાય તેવી અપેક્ષા હતી. જોકે, તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.

ભારતની ટેસ્ટ ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિકલ, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને આકાશ દીપ.

જોકે, BCCIની પસંદગી સમિતિએ આગામી બે મેચોની સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. જેના માટે શુભમન ગિલને ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન બનાવાયા છે, જ્યારે રિષભ પંત વાઈસ કેપ્ટન અને વિકેટકીપરની ભૂમિકા નિભાવશે. આ ટેસ્ટ સીરિઝ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાતી એક બહુપ્રતિક્ષિત મેચ માનવામાં આવે છે, જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ચક્રની દ્રષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

રિષભ પંતની વાપસી

રિષભ પંતની વાપસી પણ મોટા સમાચાર છે. ઇંગ્લેન્ડમાં માનચેસ્ટર ટેસ્ટ દરમિયાન પંતને ગંભીર રીતે ઈજા થઈ હતી. પરંતુ પંતે સાઉથ આફ્રિકા A વિરૂદ્ધ સારી ઈનિંગ રમીને પોતાની વાપસીના સંકેત આપ્યા હતા. હવે તેમની વાપસી થઈ ગઈ છે, જે WTC પ્રવાસ માટે સારો છે.

આકાશદીપને પણ ચાન્સ

ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ ટીમના સંતુલનને મજબૂતી આપશે, જ્યારે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ નવા બોલના મોરચે અનુભવ લઈને ઉતરશે. યુવા ફાસ્ટ બોલર આકાશદીપને પણ ટીમમાં મોકો આપવામાં આવ્યો છે, જેનાથી તેમને ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાનો મોકો મળી શકે છે.

સીરિઝનું શેડ્યુલ

ટેસ્ટ સીરિઝની પહેલી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં 14 નવેમ્બરે રમાશે. જ્યારે બીજી ટેસ્ટ મેચ ગુવાહાટીમાં 22 નવેમ્બરે રમાશે.

ભારત A વનડે ટીમની પણ જાહેરાત

BCCI એ ભારત A વનડે ટીમની પણ જાહેરાત કરી છે. એવું માનવામાં આવી રહ્યું હતું કે વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમમાં રમશે, પરંતુ બંને ટીમમાંથી કોઈનું નામ ટીમમાં નથી.

ભારત A ટીમ: તિલક વર્મા (કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, રિયાન પરાગ, ઇશાન કિશન (વિકેટકીપર), આયુષ બદોની, નિશાંત સિંધુ, વિપ્રજ નિગમ, માનવ સુથાર, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રસિધ કૃષ્ણા, ખલીલ અહેમદ અને પ્રભસિમરન સિંહ (વિકેટકીપર).

Tags :