T20 World Cup : આ વર્ષે ક્રિકેટ ટી20 વર્લ્ડકપમાં મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે. ઑસ્ટ્રેલિયાએ ગઇકાલે વધુ એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ આ ટીમ પર હવે ટુર્નામેન્ટથી બહાર થવાનો ખતરો વધી ગયો છે. જો હવે મંગળવારે ઝિમ્બાબ્વે આયર્લેન્ડને મ્હાત આપે તો ઑસ્ટ્રેલિયાની સફર અહીં જ પૂર્ણ થઈ જશે. જો ઝિમ્બાબ્વે આગામી બે મેચ હારે તો જ ઑસ્ટ્રેલિયા આગળ જઈ શકશે.
ત્રણ ટીમોની સફર સમાપ્ત, પાકિસ્તાન પર લટકતી તલવાર
ટુર્નામેન્ટમાં લીગ સ્ટેજમાં જ નેપાળ, ઓમાન અને નામીબિયાની સફર સમાપ્ત થઈ ગઈ છે. ભારત સામે પરાજય બાદ પાકિસ્તાનની સ્થિતિ પણ સારી નથી. તે ગ્રુપ-Aમાં ત્રીજા સ્થાન પર છે. જો હવે છેલ્લી લીગ મેચમાં પણ જીત ન મળી તો પાકિસ્તાન પણ ટુર્નામેન્ટથી બહાર થઈ શકે છે.
નેધરલેન્ડ, સ્કોટલેન્ડ અને આયર્લેન્ડ પણ વર્લ્ડકપથી બહાર થઈ શકે છે
બીજી તરફ નેધરલેન્ડનો ભારત સાથે મુકાબલો થવાનો છે. એવામાં જો આ મેચમાં ભારતનો વિજય થયો તો નેધરલેન્ડ પણ સુપર-8ની રેસમાંથી લગભગ બહાર જ થઈ જશે.
ગ્રુપ-બીમાં આયર્લેન્ડ ત્રણમાંથી એક જ મેચ જીતી શકી છે જ્યારે સ્કોટલેન્ડને હજુ સુધી એક પણ જીત હાંસલ થઈ નથી. પાછલા ટી20 વર્લ્ડકપમાં સેમિફાઈનલ સુધી પહોંચનારી અફઘાનિસ્તાનની ટીમ પણ આ વર્ષે નિરાશાજનક દેખાવ કરી રહી છે.


