Get The App

દિગ્ગજ ક્રિકેટરે દક્ષિણ આફ્રિકા સામે હાર મુદ્દે સૂર્યકુમારના નિર્ણય પર ઉઠાવ્યા સવાલ, અક્ષર-કુલદીપના કર્યા વખાણ

Updated: Feb 25th, 2026

GS TEAM

Google News
Google News
દિગ્ગજ ક્રિકેટરે દક્ષિણ આફ્રિકા સામે હાર મુદ્દે સૂર્યકુમારના નિર્ણય પર ઉઠાવ્યા સવાલ, અક્ષર-કુલદીપના કર્યા વખાણ 1 - image

Team India Playing XI : ટી20 વર્લ્ડકપમાં સુપર-8ના તબક્કામાં ભારતે પોતાની પહેલી મેચમાં સાઉથ આફ્રિકા સામે હારનો સામનો કર્યો છે, જેના કારણે ટીમ ઈન્ડિયાનું સેમિફાઈનલમાં પહોંચવું અઘરું થઈ ગયું છે. સૌથી મોટી ચર્ચા એ છે કે, સાઉથ આફ્રિકાની મેચમાં અક્ષર પટેલને સામેલ કરાયો ન હતો, જ્યારે ટીમમાં સામેલ કરાયેલો વોશિંગ્ટન સુંદર નિષ્ફળ ગયો હતો. ત્યારબાદ કોઈ અક્ષરને ટીમમાં ન સામેલ કરવા મામલે સુકાની સૂર્યકુમાર યાદવના નિર્ણય પર સવાલ ઉઠાવી રહ્યા છે, તો કોઈ ટીમ સિલેક્શન પર... આ મામલે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિંકી પોન્ટિંગે પણ પ્રતિક્રિયા આપી છે. પોન્ટિંગે સૂર્યકુમારને સલાહ આપવાની સાથે અક્ષર પટેલ અને કુલદીપ યાદવના ભરપૂર વખાણ કર્યા છે. આ ઉપરાંત પોન્ટિંગે સેમિફાઈનલની રેસમાં ટકી રહેવા માટે ભારતને જીતનો માસ્ટર પ્લાન આપ્યો છે.

‘સામે કોઈપણ બેટર હોય, કેપ્ટન પર નિર્ભર છે કે, અક્ષરનો કેવી રીતે ઉપયોગ કરવો’

રિકી પોન્ટિંગનું માનવું છે કે, વિરોધી ટીમમાં લેફ્ટ હેન્ડર બેટર હોય કે રાઈટ હેન્ડર, તે જોવાની જરૂ નથી, પરંતુ કેપ્ટન કળા પર નિર્ભર છે કે, તેણે અક્ષરને યોગ્ય સમયે કેવી રીતે ઉપયોગ કરે. પોન્ટિંગે ICC રિવ્યૂ પર કહ્યું છે કે, સુપર-8માં ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચમાં અક્ષર પટેલને સામેલ કરાયો ન હતો. સાઉથ આફ્રિકાની ટીમમાં લેફ્ટ હેન્ડર બેટરોની સંખ્યા વધુ હોવાના કારણે તેને ટીમમાં સામેલ કરાયો ન હતો. જોકે આ બધુ કેપ્ટન પર નિર્ભર છે કે તેઓ અક્ષરનો યોગ્ય સમયે ક્યાં ઉપયોગ કરે. સાઉથ આફ્રિકાની મેચમાં અક્ષરના સ્થાને વોશિંગ્ટન સુંદરને લેવાયો હતો, જેના કારણે મેનેજમેન્ટ પર સવાલ ઉઠ્યા હતા. આ તમામ ચર્ચાઓ જોતા આગામી મેચમાં અક્ષર પટેલને સામેલ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો : ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું: PM મોદીના ઈઝરાયલ પ્રવાસ અને નેતન્યાહૂના નિવેદનથી પાકિસ્તાનમાં ફફડાટ

કુલદીપ યાદવના વખાણ

પોન્ટિંગે કુલદીપ યાદવના વખાણ કરીને કહ્યું કે, ‘મૂળભૂત વાતો પર ચર્ચા કરીએ તો હું માત્ર ટીમ ઈન્ડિયાની લાઈનઅપ જોઈશ. ટીમ ઈન્ડિયાની આગામી મેચમાં બેસ્ટ ઈલેવન ટીમ કંઈ છે, જો આ મેચમાં કુલદીપ યાદવ છે તો તે જરૂરી છે, કારણ કે યાદવ માટે તે મહત્ત્વનું નથી કે, બેટર લેફ્ટ હેન્ડર છે કે રાઈટ હેન્ડર, તે ઉલટી બોલિંગ કરી શકે છે અને બોલને બહારની કિનારાથી દૂર સ્પિન કીર શકે છે.’

રિન્કુ સિંહના સ્થાને સેમસન, અક્ષરને લેવો જ જોઈએ : રવિ શાસ્ત્રી

રવિ શાસ્ત્રીએ પણ આ મુદ્દે પોતાનો મત વ્યક્ત કર્યો છે. શાસ્ત્રીએ અક્ષર પટેલ વિશે વાત કરતા જણાવ્યું કે, ‘ટીમે તેને પ્લેઈંગ-ઈલેવનમાં પાછો લાવવો જ પડશે. અત્યારે ટીમને તે અનુભવની ખૂબ જરૂર છે. તમે જે મોટી ભૂલ કરી રહ્યા છો તે એ છે કે તમે તમારી જાતને એક વધારાના બોલરનો વિકલ્પ નથી આપી રહ્યા, જે મારા મતે અત્યંત જરૂરી છે.' આ ઉપરાંત, રિન્કુ સિંહ ફેમિલી ઈમરજન્સીના કારણે સ્વદેશ પરત ફર્યા હોવાથી આગામી મેચમાં સંજુ સેમસનની વાપસી થવાની પૂરેપૂરી સંભાવના છે. રિન્કુના રિપ્લેસમેન્ટ તરીકે સંજુ સેમસનનો ટીમમાં સમાવેશ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો : અમેરિકાના ઈતિહાસનો સૌથી મોટો નિર્ણય લેવાની તૈયારીમાં ટ્રમ્પ? સુપ્રીમ કોર્ટના ઝટકા બાદ બનાવ્યો માસ્ટરપ્લાન