Get The App

શાનદાર જીત બાદ સેમિ ફાઈનલમાં ટીમ ઇન્ડિયાની કોની સામે ટક્કર? જોઈ લો શેડ્યૂલ

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News
Google News
T20 World Cup


(IMAGE - IANS)

T20 World Cup: ટી20 વર્લ્ડ કપના રોમાંચક જંગમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા સેમિ ફાઈનલમાં પોતાની જગ્યા પાકી કરી લીધી છે. રવિવારે રમાયેલી સુપર-8 મેચમાં ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટે હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું છે. હવે ચાહકોની નજર સેમિ ફાઈનલ પર છે, જ્યાં ભારતનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે થશે. 

સેમિ ફાઈનલનો જંગ: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે થશે મહામુકાબલો

આ હાઈ-વોલ્ટેજ મુકાબલો 5 માર્ચે મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ગ્રુપ-1માંથી ભારત અને સાઉથ આફ્રિકાએ ક્વોલિફાય કર્યું છે, જ્યારે ગ્રુપ-2 માંથી ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સેમિ ફાઈનલમાં પહોંચ્યા છે. પોઈન્ટ ટેબલ મુજબ, ભારત બીજા સ્થાને હોવાથી તેની ટક્કર બીજા ગ્રુપની ટોપર ટીમ ઈંગ્લેન્ડ સાથે નક્કી થઈ છે. તેમજ 4 માર્ચે સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે સેમિ ફાઈનલ રમાશે. 

આ પણ વાંચો: વિન્ડીઝને હરાવી ટીમ ઇન્ડિયા સેમિ ફાઈનલમાં, સંજૂ છવાયો, હવે ઈંગ્લેન્ડ સામે થશે ટક્કર

સંજુ સેમસને એકલા હાથે બાજી પલટી

વેસ્ટ ઈન્ડિઝ સામેની આ મેચમાં જીત મેળવવી ભારત માટે ખૂબ જ મહત્ત્વનું હતું. વિન્ડીઝે ભારત સામે 196 રનનો મોટો ટાર્ગેટ મૂક્યો હતો. જોકે, ભારતની શરૂઆત સારી રહી નહોતી, પરંતુ સંજુ સેમસને એકલા હાથે બાજી સંભાળી હતી. સેમસને માત્ર 50 બોલમાં 12 સિક્સર અને 4 ચોગ્ગાની મદદથી અણનમ 97 રનની ઇનિંગ રમી હતી. તેની આ શાનદાર રમતને કારણે ભારતે 20મી ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. કેપ્ટન સૂર્યકુમાર યાદવનો ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય આખરે ટીમને સેમિ ફાઈનલની ટિકિટ અપાવવામાં સફળ રહ્યો.

શાનદાર જીત બાદ સેમિ ફાઈનલમાં ટીમ ઇન્ડિયાની કોની સામે ટક્કર? જોઈ લો શેડ્યૂલ 2 - image