Get The App

T20 World Cup 2022 : ટી20 વર્લ્ડ કપ માટે તમામ 16 ટીમના નામ નક્કી

Updated: Jul 19th, 2022

GS TEAM

Google News
Google News
T20 World Cup 2022 : ટી20 વર્લ્ડ કપ માટે તમામ 16 ટીમના નામ નક્કી 1 - image


નવી દિલ્હી, તા. 19 જુલાઈ 2022 મંગળવાર

ટી-20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબર અને નવેમ્બરમાં યોજાશે. તે પહેલા ટી-20 વર્લ્ડ કપમાં રમનારી તમામ 16 ટીમના નામ નક્કી થઈ ગયા છે. 

વર્લ્ડ કપ ક્વોલિફાયર-બી ના સેમિફાઈનલ મેચમાં ઝિમ્બાબ્વેએ પાપુઆ ન્યુ ગિનીને હરાવ્યા તો બીજી તરફ નેધરલેન્ડે યુએસએને હરાવીને આ મોટા ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય કરી લીધુ છે.

બીજી તરફ અમેરિકાની ટીમનુ સપનુ તૂટી ગયુ છે. ક્વોલિફાયરના બીજા સેમિફાઈનલમાં નેધરલેન્ડે અમેરિકાને 7 વિકેટથી હરાવી દીધા જેના કારણે યુએસએ ટી-20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરવાથી ચૂકી ગયુ. આઈસીસીએ આ વાતની જાણકારી શેર કરી છે.

ટી20 વર્લ્ડ કપ માટે ટીમને બે ગ્રૂપમાં રાખવામાં આવી છે. 

ગ્રૂપ 1 જેમાં ઈગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનની ટીમ છે. 

ગ્રૂપ 2 માં ભારત, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશની ટીમને રાખવામાં આવી છે.

રેન્કિંગના આધારે સીધુ ક્વોલિફાય કરનારી ટીમ

ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ઈગ્લેન્ડ, ભારત, નામીબિયા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, સ્કોટલેન્ડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટઈન્ડિઝ  

T20 વર્લ્ડ કપની મેચ 16 ઓક્ટોબરથી શરૂ થશે

T20 વર્લ્ડ કપની મેચ 16 ઓક્ટોબરથી શરૂ થશે. ટુર્નામેન્ટમાં સુપર-12 સ્ટેજ પહેલા રાઉન્ડ - 1 ની મેચ થશે. રાઉન્ડ - 1 માં કુલ આઠ ટીમ સામેલ થઈ રહી છે. આ આઠ ટીમને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. બંને ગ્રૂપમાંથી ટોપ-2 ટીમ સુપર-12 સ્ટેજ માટે ક્વોલિફાય કરશે.

રાઉન્ડ-1 માં કુલ આઠ ટીમ સામેલ

ગ્રૂપ એ- નામીબિયા, શ્રીલંકા, યુએઈ, નેધરલેન્ડ

ગ્રૂપ બી- આયરલેન્ડ, સ્કોટલેન્ડ, વેસ્ટઈન્ડીઝ, ઝિમ્બાબ્વે

ટી 20 વર્લ્ડ કપની ફાઈનલ 13 નવેમ્બરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ટી 20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની મેચ 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. 

Tags :