Get The App

ઇંગ્લેન્ડ વિરૂદ્ધ T20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, 14 મહિના બાદ શમીની વાપસી

Updated: Jan 11th, 2025

GS TEAM


Google News
Google News
ઇંગ્લેન્ડ વિરૂદ્ધ T20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, 14 મહિના બાદ શમીની વાપસી 1 - image

IND vs ENG, India Team Announce : BCCIએ  ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની T20 સીરિઝ માટેની ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. સૂર્યકુમાર યાદવ T20 સીરિઝમાં ટીમનું નેતૃત્ત્વ કરશે. જ્યારે અક્ષર પટેલને આ સીરિઝ માટે વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સાથે જ ઝડપી બોલર મોહમ્મદ શમીને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વર્ષ 2023ના વનડે વર્લ્ડકપ પછી શમી ક્રિકેટની બહાર હતો. ઇંગ્લેન્ડે ભારત પ્રવાસ માટે પોતાની ટીમની જાહેરાત પહેલાથી જ કરી દીધી છે.

14 મહિના પછી મોહમ્મદ શમીની ભારતીય ટીમમાં વાપસી  

લગભગ 14 મહિના પછી મોહમ્મદ શમી ભારતીય ટીમમાં પાછો ફર્યો છે. વર્ષ 2023ના વર્લ્ડકપ પછી શમીની સર્જરી થઈ હતી. શમી તેના ડાબા ઘૂંટણમાં સોજાને કારણે તાજેતરના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પણ રમી શક્યો ન હતો. પસંદગીકારોએ આ T20 સીરિઝ માટે બીજા વિકેટકીપર તરીકે ધ્રુવ જુરેલની પસંદગી કરી છે. જ્યારે સંજુ સેમસન પહેલી પસંદગીના વિકેટકીપર તરીકે ટીમનો ભાગ રહેશે.

ઇંગ્લેન્ડનો ભારત પ્રવાસ

અહીં તમને જણાવી દઈએ કે ભારતના પ્રવાસ પર પહેલા ઇંગ્લેન્ડની ટીમ 5 મેચની T20 સીરિઝ રમશે. પહેલી મેચ 22 જાન્યુઆરીએ કોલકાતામાં રમાશે. T20 પછી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની વનડે સીરિઝ રમશે. સીરિઝની પહેલી વનડે 6 ફેબ્રુઆરીએ નાગપુરમાં રમાશે.

ઇંગ્લેન્ડ સામેની T20 સીરિઝ માટે ભારતીય ટીમ : સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ (વિકેટકીપર).

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી મેચ

પહેલી T20 - 22 જાન્યુઆરી - કોલકાતા

બીજી T20 - 25 જાન્યુઆરી - ચેન્નાઈ

ત્રીજો T20 - 28 જાન્યુઆરી - રાજકોટ

ચોથી T20 - 31 જાન્યુઆરી - પુણે

પાંચમી T20 - 2 ફેબ્રુઆરી - મુંબઈ

પહેલી વનડે - 6 ફેબ્રુઆરી - નાગપુર

બીજી વનડે - 9 ફેબ્રુઆરી - કટક

ત્રીજી વનડે - 12 ફેબ્રુઆરી - અમદાવાદઇંગ્લેન્ડ વિરૂદ્ધ T20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, 14 મહિના બાદ શમીની વાપસી 2 - image



Tags :