Get The App

VIDEO: ફાઈનલ મેચ નિહાળવા અમદાવાદમાં ધોનીની એન્ટ્રી, બ્લેક લૂકમાં જોવા મળ્યો માહી

Updated: Mar 8th, 2026

GS TEAM

Google News
Google News
VIDEO: ફાઈનલ મેચ નિહાળવા અમદાવાદમાં ધોનીની એન્ટ્રી, બ્લેક લૂકમાં જોવા મળ્યો માહી 1 - image


Image Source: X

IND vs NZ Final: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના મહામુકાબલા પહેલા અમદાવાદનું વાતાવરણ ક્રિકેટમય બન્યું છે. રોમાંચક T20 ફાઇનલ મેચ પહેલા ટીમ ઇન્ડિયાનો પૂર્વ કેપ્ટન અને "કેપ્ટન કૂલ" મહેન્દ્ર સિંહ ધોની અમદાવાદ આવી પહોંચ્યો છે. તે અમદાવાદ એરપોર્ટ પર જોવા મળ્યો છે.

ધોનીનો કૂલ લુક

કાળા ટી-શર્ટ અને કૂલ સ્ટાઇલમાં ધોની જોવા મળ્યો છે. ચાહકોની ભારે ભીડ તેને જોવા માટે ઉમટી પડી હતી. એવું માનવામાં આવે છે કે ધોની ફાઇનલ મેચ દરમિયાન સ્ટેન્ડમાં હાજર રહેશે અને ભારતીય ટીમનો ઉત્સાહ વધારશે. તેની સરળ અને સ્ટાઇલિશ એન્ટ્રીની તસવીરો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ધોનીએ મેચ દરમિયાન ઓલ બ્લેક લુક પહેર્યો હતો. તેણે બ્લેક ટી-શર્ટ, બ્લેક પેન્ટ અને બ્લેક ઘડિયાળ પહેરી છે.

ધોની સેમિ ફાઇનલમાં પણ હાજર હતો

ભારતીય ટીમે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ની બીજી સેમિ ફાઇનલ ઇંગ્લેન્ડ સામે 7 રનથી જીતી હતી. ગુરુવારે (5 માર્ચ) મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે યોજાયેલી મેચ દરમિયાન ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તેની પત્ની સાથે VIP બોક્સમાં જોવા મળ્યા હતા. ચાહકોને આશા હતી કે મહેન્દ્ર સિંહ ધોની ફાઇનલ માટે પણ અમદાવાદમાં હાજર રહેશે અને હવે ધોની આવી ગયા પછી સ્ટેડિયમ ઉત્સાહથી ભરેલું હશે.

રોહિત શર્મા પણ અમદાવાદ પહોંચ્યા

પૂર્વ ભારતીય કેપ્ટન અને ICC T20 વર્લ્ડ કપ 2026 ના બ્રાન્ડ એમ્બેસેડર રોહિત શર્મા તેમની પત્ની રિતિકા સજદેહ સાથે અમદાવાદ પહોંચ્યા છે.