Get The App

આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી-20નો ફાઈનલ મુકાબલો

Updated: Jun 29th, 2024

GS TEAM

Google News
Google News
આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી-20નો ફાઈનલ મુકાબલો 1 - image


- ભારત 2007 પછી પહેલીવાર ટી-20 વર્લ્ડ કપ જીતવા તૈયાર

- બ્રિજટાઉનમા રાત્રે 8.00થી મેચ : ભારત-સાઉથ આફ્રિકા બંને ટીમ ટી-20 વર્લ્ડ કપમાં એક પણ મેચ હારી નથી

બ્રિજટાઉન : ભારતીય ટીમ વર્ષ ૨૦૦૭ પછી પહેલીવાર ટી-૨૦ વર્લ્ડ કપ જીતવાના ઈરાદા સાથે આવતીકાલે બ્રિજટાઉનમાં રમાનારી ફાઈનલમાં સાઉથ આફ્રિકા સામે ટકરાશે. ભારત અને સાઉથ આફ્રિકા એક પણ મેચ હાર્યા વિના ફાઈનલમાં પ્રવેશ્યા છે, જેના કારણે બંને વચ્ચે ભારે રસાકસીભર્યો અને બરોબરીનો મુકાબલો જોવા મળશે તેવી ચાહકોને અપેક્ષા છે. સાઉથ આફ્રિકા તેના ઈતિહાસમાં પહેલીવાર આઇસીસી વર્લ્ડ કપની ફાઈનલ રમશે.

ટી-૨૦ વર્લ્ડ કપની ફાઈનલ આવતીકાલે ભારતીય સમય પ્રમાણે રાત્રે ૮.૦૦ વાગ્યાથી શરૂ થશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ પંત, સૂર્યકુમાર અને હાર્દિક સહિતના બેટ્સમેનોના આક્રમક પ્રદર્શનને સહારે ભલભલી ટીમનો હંફાવી છે. ભારતના ફાસ્ટરો બુમરાહ અને અર્ષદીપની સાથે સાથે કુલદીપ, અક્ષર અને જાડેજાની સ્પિન ત્રિપુટીએ પણ હરિફ ટીમો પર આગવી ધાક જમાવી છે. 

સાઉથ આફ્રિકાની ટીમ તેના ઈતિહાસમાં પહેલીવાર આઇસીસી વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશી છે. હવે માર્કરામના નેતૃત્વ હેઠળની ટીમને નવો ઈતિહાસ રચવાની આશા છે. સાઉથ આફ્રિકાની ટીમમાં પણ ડી કૉક, મીલર, સ્ટબ્સ તેમજ ક્લાસેન જેવા ધુરંધર બેટ્સમેનો અને જાન્સેન, રબાડા તેમજ નોર્ટ્જેની સાથે શમ્સી અને મહારાજ જેવા અસરકારક બોલરો છે. નોંધપાત્ર છે કે, ભારત અને સાઉથ આફ્રિકા આ પહેલીવાર આઇસીસી ટ્રોફીની ફાઈનલમાં આમને-સામને જોવા મળશે. 

Tags :