Sports

'UAE સામે બુમરાહને રમાડશો તો હડતાળ કરીશું', જાડેજાનો કટાક્ષ, ઈરફાને તાક્યું નિશાન

By GS TEAM
10 Sep 20252 mins read
TukuTouch Logo
આજે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રાત્રે 8 વાગ્યે એશિયા કપ 2025ની બીજી મેચ ભારત અને UAE વચ્ચે રમાશે આ મેચમાં સૂર્યકુમાર યાદવ ભારતનું નેતૃત્વ કરશે, જ્યારે મુહમ્મદ વસીમ UAEનું નેતૃત્વ કરશે. આ મેચ પહેલા ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર અને હવે કોમેન્ટેટર અજય જાડેજાએ મેચમાં ઝડપી બોલર જસપ્રીત બુમરાહને રમાડવા પર સવાલ કર્યો. અજયે રમુજી દલીલ કરી કહ્યું કે જો UAE સામે બુમરાહને રમાડશો તો હડતાળ કરીશ.

Summarized by AI; it may make mistakes. Check important info

'UAE સામે બુમરાહને રમાડશો તો હડતાળ કરીશું', જાડેજાનો કટાક્ષ, ઈરફાને તાક્યું નિશાન
Image source: IANS 

T20 Asia Cup 2025: આજે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રાત્રે 8 વાગ્યે એશિયા કપ 2025ની બીજી મેચ ભારત અને UAE વચ્ચે રમાશે. આ મેચમાં સૂર્યકુમાર યાદવ ભારતનું નેતૃત્વ કરશે, જ્યારે મુહમ્મદ વસીમ UAEનું નેતૃત્વ કરશે. આ મેચ પહેલા ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર અને હવે કોમેન્ટેટર અજય જાડેજાએ મેચમાં ઝડપી બોલર જસપ્રીત બુમરાહને રમાડવા પર સવાલ કર્યો. અજયે રમુજી દલીલ કરી કહ્યું કે, 'જો UAE સામે બુમરાહને રમાડશો તો હું હડતાળ કરીશ.'

શું કહ્યું જાડેજાએ? 

આજે ભારત એશિયા કપ 2025ની પહેલી મેચ રમવા જઇ રહી છે. આ મેચના એક દિવસ પહેલા ટીમના દરેક ખેલાડીએ ICC એકેડેમીમાં ખૂબ પરસેવો પાડી પ્રેકિટસ કરતી જોવા મળી હતી. પણ પ્રેકિટસ સેશનમાં ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહએ ભાગ નહોતો લીધો. તે છતાં તે UAE સામેની પહેલી મેચ રમે તેવી શક્યતા છે. આ મુદ્દે અજયે કહ્યું કે,' જસપ્રીત બુમરાહને UAEની સામે રમાડવાની શું જરૂર છે, જ્યારે જરૂર હોય ત્યારે તમે તેને કપાસમાં લપેટીને રાખો છો. હવે શું તમને UAE સામે પણ બુમરાહની જરૂર છે?.  કાં તો તેને બિલકુલ ન રમાડો અથવા જો તમારે તેને રમાડવો જ પડે તો એવી મેચમાં રાખો. આ તો દલીલ છે, પણ આપણે ક્યારેય દલીલ સાથે કામ કરતા નથી.' 

અજયે કહ્યું કે, 'હું હડતાળ કરીશ' 

કોમેન્ટેટર અજય જાડેજાએ આગળ કહ્યું કે, 'જો હેડ કોચ ગૌતમ ગંભીર અને સૂર્યકુમાર યાદવ UAEની સામે બુમરાહને પ્લેઈંગ 11માં સામેલ કરાશે તો તે હડતાળ પર ઉતરશે. તેણે કહ્યું કે, 'આ મેચ UAE સામે છે. મેં તેના કેપ્ટન મોહમ્મદ વસીમ અને તેની પ્રતિભા જોઈ છે. તમે પણ ટીમને રેન્ક નથી આપી શકતા, પણ આ T20Iનો ટાઇટલ જીતનાર ટીમ ઈન્ડિયા છે એટલે હું સ્પષ્ટ કરું છું, જો બુમરાહ પહેલી મેચ રમશે, તો હું હડતાળ કરીશ.' આ દરમિયાન ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે પણ તેની પ્રતિક્રિયા આપી. 

ઇરફાન પઠાણે શું કહ્યું?

આ દરમિયાન ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે દલીલ કરી હતી કે, 'એકવાર કોઈ ખેલાડી ટીમમાં પસંદ થઈ જાય, તો વર્કલોડ મેનેજમેન્ટ પસંદગીને અસર ન કરે. તમારે બુમરાહની સેફટી પર વિચાર કરવો જોઈએ, હું સમજું છું, પરંતુ જો તમે સિરીઝ રમવા આવ્યા છો, તો તમારે તેને પૂર્ણ રીતે યોગદાન આપવું પડે. તમે રિકવરી કે મેનેજમેન્ટ માટે સિરીઝમાં નથી આવ્યા, તમે રમવા આવ્યા છો. બુમરાહ ઇંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ મેચ રમ્યો હતો. ત્યારથી તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે.'