Sports

T20 ટીમનો કેપ્ટન સૂર્યકુમાર અચાનક ઇંગ્લેન્ડ રવાના થયો, થઈ શકે છે સર્જરી, જાણો શું છે મામલો

By GS TEAM
18 Jun 20252 mins read
TukuTouch Logo
ભારતીય T20 ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ ઇંગ્લેન્ડ રવાના થયો છે, જ્યાં તે સ્પોર્ટ્સ હર્નિયાની સારવાર માટે નિષ્ણાતની સલાહ લેશે. જાણવા મળ્યું છે કે, જો જરૂર જણાય તો સૂર્યકુમારની સર્જરી પણ થઈ શકે છે. સૂર્યકુમાર યાદવે IPL 2025માં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને મુંબઈ ઈન્ડિયન્સ માટે 700થી વધુ રન બનાવ્યા હતા. આ ટૂર્નામેન્ટ પૂર્ણ થયા બાદ તેને મુંબઈ પ્રીમિયર લીગ T20 ટૂર્નામેન્ટમાં પણ ભાગ લીધો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

T20 ટીમનો કેપ્ટન સૂર્યકુમાર અચાનક ઇંગ્લેન્ડ રવાના થયો, થઈ શકે છે સર્જરી, જાણો શું છે મામલો

Suryakumar Yadav sports hernia Problem : ભારતીય T20 ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ ઇંગ્લેન્ડ રવાના થયો છે, જ્યાં તે સ્પોર્ટ્સ હર્નિયાની સારવાર માટે નિષ્ણાતની સલાહ લેશે. જાણવા મળ્યું છે કે, જો જરૂર જણાય તો સૂર્યકુમારની સર્જરી પણ થઈ શકે છે. સૂર્યકુમાર યાદવે IPL 2025માં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને મુંબઈ ઈન્ડિયન્સ માટે 700થી વધુ રન બનાવ્યા હતા. આ ટૂર્નામેન્ટ પૂર્ણ થયા બાદ તેને મુંબઈ પ્રીમિયર લીગ T20 ટૂર્નામેન્ટમાં પણ ભાગ લીધો હતો.

સૂર્યકુમાર યાદવ સારવાર માટે ઇંગ્લેન્ડ રવાના થયો

મુંબઈ T20 લીગ દરમિયાન સૂર્યકુમારને પીડા ઉપડી હોવાને લઈને હજુ સુધી કાંઈ સ્પષ્ટતા સામે આવી નથી. સુત્રો મુજબ, સૂર્યકુમારને પેટની નીચેની જમણી બાજુમાં સ્પોર્ટ્સ હર્નિયાથી પીડિત છે. તે સલાહ માટે ઇંગ્લેન્ડ ગયો છે. જો જરૂર પડશે તો તેની સર્જરી થશે. પોતાની કારકિર્દીમાં પીડા સાથે ઘણી મેચ રમનાર સૂર્યકુમાર IPL અને મુંબઈ T20 લીગના પોતાના વચનો પૂરા કરવા માંગતા હતો.

આ પણ વાંચો: ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે 2026 T20 વર્લ્ડ કપની પહેલી મેચ, 14 જૂને ભારત-પાકિસ્તાન ટકરાશે, જાણો સંપૂર્ણ શેડ્યૂલ

ઓગસ્ટ-સપ્ટેમ્બર પહેલા કોઈ T20 મેચ રમી નથી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના એક સૂત્રએ જણાવ્યું હતું કે, ઓગસ્ટ-સપ્ટેમ્બર પહેલા કોઈ T20 મેચ નથી, તેથી સૂર્યકુમારે વિચાર્યું કે આ સમયમાં તે તેની પીડાની સારવાર કરાવી શકે અને તેને બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સમાં પીડાથી સાજા થવા માટે પૂરતો સમય પણ મળી રહેશે.