Get The App

કેન્સર હોસ્પિટલ પહોંચ્યા સૂર્યકુમાર યાદવ અને શ્રેયસ અય્યર, પીડિત બાળકોનો વધાર્યો જુસ્સો, લોકોના વખાણ

Updated: Aug 31st, 2024

GS TEAM

Google News
Google News
કેન્સર હોસ્પિટલ પહોંચ્યા સૂર્યકુમાર યાદવ અને શ્રેયસ અય્યર, પીડિત બાળકોનો વધાર્યો જુસ્સો, લોકોના વખાણ 1 - image

Suryakumar Yadav And Shreyas Iyer Reached Cancer Hospital: T20 ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવવા માટે સખત મહેનત કરી રહ્યો છે. તે હાલમાં મુંબઈ તરફથી બુચી બાબુ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યો છે. આ દરમિયાન તેની કેટલીક તસવીરો સામે આવી જેમાં સૂર્યકુમાર યાદવ અને શ્રેયસ અય્યર મુંબઈ ટીમના ખેલાડીઓ સાથે કોઈમ્બતુરની શ્રી રામકૃષ્ણ હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં તેઓ કેન્સરથી પીડિત બાળકોને મળ્યા હતા.

29 ઓગસ્ટના રોજ સૂર્યકુમાર યાદવે તેના નાના ચાહકોને મળવા માટે સમય કાઢ્યો હતો. કે જેઓ ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. બુચી બાબુ ટૂર્નામેન્ટમાં રમી રહેલા સૂર્યકુમાર મુંબઈના સાથી ખેલાડીઓ સાથે હોસ્પિટલમાં જઈને નિશુલ્ક પેડિયાટ્રિક ઓન્કોલોજી વોર્ડમાં સારવાર લઈ રહેલા બાળકોને મળ્યા હતા. બાળકોએ તેમનું લાલ ગુલાબ આપી સ્વાગત કર્યું હતું. સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર સહિત તમામ ખેલાડીઓએ બાળકોને તેમની સ્થિતિ વિશે પૂછ્યું હતું. સૂર્યા અને શ્રેયસે મિની ક્રિકેટ બેટ પર ઓટોગ્રાફ આપ્યા હતા.

બાળકોએ પોતાના સ્ટાર ખેલાડી માટે ખાસ ભેટ પણ તૈયાર કરી હતી. અહીં હાજર બાળકો વતી સૂર્યકુમાર યાદવ અને શ્રેયસને ફોટોગ્રાફ્સ આપવામાં આવ્યા હતા. બાળકોને મળવા આવેલા તમામ ભારતીય ખેલાડીઓએ ડૉક્ટર પાસેથી તેમની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી અને તમામ બાળકોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી હતી.

કેન્સર હોસ્પિટલ પહોંચ્યા સૂર્યકુમાર યાદવ અને શ્રેયસ અય્યર, પીડિત બાળકોનો વધાર્યો જુસ્સો, લોકોના વખાણ 2 - image

Tags :