યુવતીને અશ્લીલ તસવીર મોકલવાના કારણે કેપ્ટનશિપ ગુમાવી, હવે એ જ ખેલાડીએ કોચ બનીને કરી વાપસી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Tim Paine Appointed Head Coach of Australia A Team: ક્રિકેટ ઑસ્ટ્રેલિયા (CA)એ શ્રીલંકા સામે યોજાનારી વનડે અને ચાર દિવસની ટેસ્ટ મેચ માટે નવા હેડ કોચની નિમણૂક કરી છે. CAએ એક એવા ખેલાડીને હેડ કોચ બનાવ્યો છે, જેની પર અગાઉ દુષ્કર્મનો આરોપ લાગેલો છે. .ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના આ નિર્ણયથી સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
ટિમ પેન બન્યા ઑસ્ટ્રેલિયા-એ ટીમના હેડ કોચ
![]() |
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન ટિમ પેને ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ ઑસ્ટ્રેલિયા-A ટીમના હેડ કોચ અને કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક કર્યા છે. તે 4 જુલાઈથી શ્રીલંકા-A સામે યોજાનારી સીરિઝ પહેલાં ટીમ સાથે જોડાશે. ઑસ્ટ્રેલિયા-Aની ટીમ જુલાઈમાં શ્રીલંકા-Aની ટીમ સામે ડાર્વિનમાં ત્રણ વનડે મેચ રમશે. ત્યાર બાદ બંને ટીમ બે-ચાર દિવસની ટેસ્ટ મેચ પણ રમશે. આ દરમિયાન ટિમ પેન ઑસ્ટ્રેલિયા-એ ટીમને કોચિંગ આપશે. ત્યાર બાદ ઑસ્ટ્રેલિયા-Aની ટીમ સપ્ટેમ્બર અને ઑક્ટોબરમાં ભારતના પ્રવાસે જશે, જ્યાં ભારત સામે વનડે અને ટેસ્ટ મેચ રમશે. ત્યાર બાદ આ ટીમ ઇંગ્લેન્ડ લાયન્સ સામે ચાર દિવસની ટેસ્ટ મેચ રમશે. દરમિયાન ટિમ પેન ઑસ્ટ્રેલિયા-A સાથે રહેશે. ટિમ પેન હાલમાં બિગ બેશની ટીમ એડિલેડ સ્ટ્રાઇકર્સને કોચિંગ આપી રહ્યો છે. જોકે ટિમ પેનનું ક્રિકેટ સાથે વિવાદો સાથે પણ ગાઢ સંબંધ રહ્યો છે.
વર્ષ 2017માં યુવતીને મોકલી હતી અશ્લીલ તસવીર
ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કેપ્ટન ટિમ પેન પર 2017માં એક યુવતીને અશ્લીલ ફોટા મોકલવાનો આરોપ લાગ્યો હતો. ત્યારપછી તેણે ઑસ્ટ્રેલિયાની કેપ્ટનશિપથી રાજીનામું આપવું પડ્યું હતું. ટિમ પેને ત્યારે પોતાની ભૂલ સ્વીકારી અને તેની સજા પણ માગી. તેણે તે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, લગભગ 4 વર્ષ પહેલાં એક સહકર્મીને ટેક્સ્ટ મેસેજ મોકલ્યો હતો. તેના માટે તેણે ત્યારે પણ માફી માગી હતી અને આજે પણ માગે છે.
વર્ષ 2023માં લીધી નિવૃત્તિ
તેણે પોતાની ભૂલ વિશે તેની પત્ની અને પરિવારને પણ જણાવી હતી, પરિવારે ટિમ પેનને માફ કર્યો હતો. તેણે ઑસ્ટ્રેલિયાની ટેસ્ટ કપ્તાની છોડ્યા બાદ પણ ટીમનો ભાગ રહ્યો હતો. વર્ષ 2023માં તેણે ક્રિકેટમાથી નિવૃત્તિ જાહેર કરી હતી. વર્ષ 2010માં ટિમ પેને પાકિસ્તાન સામે લોર્ડ્સમાં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે ટેસ્ટ મેચોમાં 32.63ની સ્ટ્રાઈક રેટથી 1534 રન બનાવ્યા હતા. વિકેટકીપર તરીકે તેણે 157 કેચ અને સ્ટમ્પિંગ કર્યા છે. તેણે ઑસ્ટ્રેલિયા તરફથી 35 વનડે મેચો રમી છે.










