Get The App

રેન્કિંગ: સ્મિથે ટોચનું સ્થાન વધુ મજબૂત કર્યું

- એશિઝના પ્રારંભે સ્મિથ 875 પોઇન્ટ સાથે ચોથા સ્થાને હતો, હવે 937 પોઇન્ટ સાથે મોખરે

- ભારત ટોચના સ્થાને યથાવત્: બેટ્સમેનોના રેન્કિંગમાં કોહલી બીજા સ્થાને, પૂજારા ચોથા ક્રમે

Updated: Sep 16th, 2019

GS TEAM

Google News
Google News
રેન્કિંગ: સ્મિથે ટોચનું સ્થાન વધુ મજબૂત કર્યું 1 - image

દુબઇ, તા.16 સપ્ટેમ્બર 2019, સોમવાર

એશિઝ શ્રેણીમાં ૭૭૪ રન નોંધાવવાની સાથે જ સ્ટિવ સ્મિથે આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોચનું સ્થાન વધુ મજબૂત કર્યું છે. એશિઝ શ્રેણી-૨૦૧૯નો પ્રારંભ થયો ત્યારે સ્ટિવ સ્મિથ ૮૫૭ પોઇન્ટ સાથે ચોથા સ્થાને હતો. પરંતુ એશિઝ શ્રેણીમાં શાનદાર દેખાવ સાથે સ્મિથ હવે ૯૩૭ પોઇન્ટ સાથે ટોચના સ્થાને છે. વિરાટ કોહલી ૯૦૩ પોઇન્ટ સાથે બીજા, કેન વિલિયમસન ૮૭૯ પોઇન્ટ સાથે ત્રીજો  ક્રમ ધરાવે છે.

એશિઝ શ્રેણી સાથે એક તરફ ટેસ્ટ રેન્કિંગમાં સ્મિથની ચડતી જ્યારે વોર્નરની પડતી થઇ છે. ડેવિડ વોર્નર એશિઝ શ્રેણીના પ્રારંભ અગાઉ છઠ્ઠા સ્થાને હતો અને હવે તે ૨૪મા ક્રમે આવી ગયો છે. જોફ્રા આર્ચર શ્રેણીમાં માત્ર ચાર ટેસ્ટમાં રમ્યો હતો. પ્રત્યેક ટેસ્ટ સાથે તેના બોલર્સ રેન્કિંગમાં સુધારો થતો ગયો છે. તેની પ્રથમ ટેસ્ટમાં તે ૮૩માં, બીજી ટેસ્ટમાં ૪૩મા,ત્રીજી ટેસ્ટમાં ૪૨મા જ્યારે ચોથી ટેસ્ટમાં તે   ૩૭મા ક્રમે છે. બેટ્સમેન અને બોલર એમ બંને રેન્કિંગના ટોચના સ્થાને ઓસ્ટ્રેલિયનનું પ્રભુત્વ છે. ટેસ્ટ બોલર્સ રેન્કિંગમાં પેટ્ટ કમિન્સ ૯૦૮ પોઇન્ટ સાથે ટોચના સ્થાને છે. કમિન્સે એશિઝ શ્રેણીમાં ૨૯ વિકેટ ખેરવી હતી.

રેન્કિંગમાં હવે ભારતીય ક્રિકેટર્સ પર નજર કરીએ. બેટ્સમેનોના રેન્કિંગમાં કોહલી બીજા, ચેતેશ્વર પૂજારા ૮૨૫ પોઇન્ટ સાથે ટોચના રહાણે ૭૨૫ પોઇન્ટ સાથે સાતમાં, રિષભ પંત ૬૭૩ પોઇન્ટ સાથે ૨૨મા, હનુમા વિહારી ૨૯મા, લોકેશ રાહુલ ૪૩મા ક્રમે છે. બોલરોના રેન્કિંગમાં જસપ્રિત બુમરાહ ૮૩૫ પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે. બોલરોના રેન્કિંગના ટોપ-૧૦માં ભારતમાંથી માત્ર જસપ્રિત બુમરાહ છે. આ સિવાય રવિન્દ્ર જાડેજા ૭૬૪ પોઇન્ટ સાથે ૧૧મા, રવિચંદ્રન અશ્વિન ૭૪૭ પોઇન્ટ સાથે ૧૪માં, મોહમ્મદ શમી ૬૮૦ પોઇન્ટ સાથે ૧૮માં, ઇશાંત શર્મા ૬૭૭ પોઇન્ટ સાથે ૨૦મા ક્રમે છે.

 

 

આઇસીસી ટેસ્ટ રેન્કિંગ : ટોપ-૧૦ ટેસ્ટ ટીમ : ૧. ભારત (૧૧૫), ૨. ન્યૂઝીલેન્ડ (૧૦૯), ૩. દક્ષિણ આફ્રિકા (૧૦૮), ૪. ઇંગ્લેન્ડ (૧૦૪), ૫. ઓસ્ટ્રેલિયા (૯૯), ૬. શ્રીલંકા (૯૫), ૭. પાકિસ્તાન (૮૪), ૮. વિન્ડીઝ (૮૦), ૯. બાંગલાદેશ (૬૧), ૧૦. અફઘાનિસ્તાન (૫૫).

ટોપ-૧૦ ટેસ્ટ બેટ્સમેન : ૧. સ્ટિવ સ્મિથ (૯૩૭), ૨. વિરાટ કોહલી (૯૦૩), ૩. કેન વિલિયમસન (૮૭૮), ૪. ચેતેશ્વર પૂજારા (૮૨૫), ૫. હેનરી નિકોલ્સ (૭૪૯), ૬. જો રૃટ (૭૩૧), ૭. અજન્ક્યિ રહાણે (૭૨૫), ૮. ટોમ લેથમ (૭૨૪), ૯. દિમુથ કરૃણારત્ને (૭૨૩), ૧. એડન માર્કરામ (૭૧૯).

ટોપ-૧૦ ટેસ્ટ બોલર્સ : પેટ્ટ કમિન્સ (૯૦૮), ૨. કેગિસો રબાડા (૮૫૧), ૩. જસપ્રિત બુમરાહ ( ૮૩૫), ૪. જેસોન હોલ્ડર (૮૧૪), ૫. વેર્નોન ફિલાન્ડર (૮૧૩), ૬. જીમી એન્ડરસન (૭૯૮), ૭. ટ્રેન્ટ બૌલ્ટ (૭૯૫), ૮. નીલ વેગનર (૭૮૫), ૯. કેમર રોચ ( ૭૮૦), ૧૦. મોહમ્મદ અબ્બાસ (૭૭૦).

ટોપ-૫ ટેસ્ટ ઓલરાઉન્ડર્સ : ૧. જેસોન હોલ્ડર (૪૭૨), ૨. શાકિબ અલ હસન (૩૯૭), ૩. રવિન્દ્ર જાડેજા (૩૯૦), ૪. બેન સ્ટોક્સ (૩૮૮), ૫.વેર્નોન ફિલાન્ડર (૩૨૬). 

Tags :