ઈંગ્લેન્ટથી આવ્યા મોટા સમાચાર! મહત્ત્વની મેચ પહેલા ભારતનો સ્ટાર બેટર થયો બહાર, 22 જુલાઈએ થવાનું હતું ડેબ્યૂ
![]() |
ભારતીય ટીમનો મિડલ ઓર્ડરનો બેટર ઋતુરાજ ગાયકવાડે હાલમાં જ યોર્કશાયર ક્લબ સાથે કાઉન્ટી ચેમ્પિયનશિપ રમવા માટે કરાર કર્યો હતો અને મંગળવારે તે ડેબ્યૂ મેચ રમવાનો હતો. પણ તેણે વ્યક્તિગત કારણોને લઈને તેણે ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું છે. 28 વર્ષીય ગાયકવાડે યોર્કશાયર માટે પાંચ મેચોમાં રમવા સંમતિ વ્યક્ત કરી હતી, જેની શરૂઆત 22 જુલાઈથી સ્કારબોરોમાં થવાની હતી. અને પહેલી મેચ હાલના ચેમ્પિયન 'સરે' સામે થવાની હતી. યોર્કશાયરના હેડ કોચ એન્થોની મેકગ્રાએ આ વાતની પુષ્ટિ કરી અને જણાવ્યું કે તે ગાયકવાડની જગ્યાએ બીજા ખેલાડીની શોધમાં છે.
કોચે નારાજગી વ્યક્ત કરી
યોર્કશાયરના મુખ્ય કોચ એન્થોની મેકગ્રાએ કહ્યું, 'દુર્ભાગ્યથી ગાયકવાડ વ્યક્તિગત કારણોથી હવે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમી શકશે નહીં. આ નિરાશાજનક છે. હું તમને તેના કારણો વિશે કંઈ જ નથી કહી શકતો, પરંતુ અમને આશા છે કે બધુ બરોબર થઈ જશે.' ઋતુરાજ આ સમયે ભારતીય ટેસ્ટ ટીમનો ભાગ નથી. ઇંડિયન પ્રીમિયર લીગમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને રણજી ટ્રોફીમાં મહારાષ્ટ્રની કેપ્ટનશિપ કરનાર ગાયકવાડે 6 વન-ડે અને 23 ટી-20 આતંરરાષ્ટ્રીય મેચ રમી છે. કોણીની ઇજાના કારણે તે આ વર્ષે આઈપીએલમાં માત્ર 5 મેચ રમી શક્યો હતો.