Get The App

પ્રેક્ટિસ છોડી બે દિવસ પેટ્રોલ પૂરાવવા લાઈનમાં ઉભો શ્રીલંકાની ટીમનો આ ક્રિકેટર, માંડ બે દિવસ ચાલે તેટલુ પેટ્રોલ મળ્યું

Updated: Jul 16th, 2022

GS TEAM

Google News
Google News
પ્રેક્ટિસ છોડી બે દિવસ પેટ્રોલ પૂરાવવા લાઈનમાં ઉભો શ્રીલંકાની ટીમનો આ ક્રિકેટર, માંડ બે દિવસ ચાલે તેટલુ પેટ્રોલ મળ્યું 1 - image

નવી દિલ્હી,તા.16 જુલાઈ 2022,શનિવાર

આર્થિક રીતે ખુવાર થઈ ચુકેલા શ્રીલંકામાં સત્તા પરિવર્તન વચ્ચે લોકોની મુશ્કેલીઓ યથાવત છે.

દેશમાં પેટ્રોલ ડિઝલની તંગીના કારણે હાહાકાર છે અને માત્ર સામાન્ય લોકો નહીં પણ શ્રીલંકાના  સ્ટાર ક્રિકેટરો પણ પરેશાની ભોગવી રહ્યા છે.

પ્રેક્ટિસ છોડી બે દિવસ પેટ્રોલ પૂરાવવા લાઈનમાં ઉભો શ્રીલંકાની ટીમનો આ ક્રિકેટર, માંડ બે દિવસ ચાલે તેટલુ પેટ્રોલ મળ્યું 2 - image

શ્રીલંકાના યુવા ક્રિકેટર ચમિકા કરુણારત્ને ગાડીમાં પેટ્રોલ નહીં હોવાથી મેચ પ્રેક્ટિસ માટે જઈ શક્યો નહોતો. તેને પેટ્રોલ ભરાવવા માટે બે દિવસ સુધી રાહ જોવાનો વારો આવ્યો હતો.

ચમિકાએ કહ્યુ હતુ કે, હું બે દિવસ સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ 10000 રુપિયાનુ પેટ્રોલ પૂરાવી શક્યો છું અને આટલુ પેટ્રોલ પણ બે કે ત્રણ દિવસ જ ચાલવાનુ છે.

શ્રીલંકામાં આર્થિક કટોકટી વચ્ચે પણ ક્રિકેટ રમાઈ રહ્યુ છે. ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકામાં વન ડે અને ટેસ્ટ સિરિઝ રમી હતી અને હવે પાકિસ્તાનની ટીમ શ્રીલંકાના પ્રવાસે છે.

શ્રીલંકા માટે 2019માં ડેબ્યુ કરનાર કરુણા રત્ને દેશની સ્થિતિથી નિરાશ છે.તેણે ન્યૂઝ એજન્સી સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, બે દિવસ રાહ જોયા બાદ પણ મને પેટ્રોલ મળ્યુ છે તે મારુ સારુ નસીબ કહી શકાય.દેશમાં એશિયા કપનુ આયોજન થવાનુ છે અને શ્રીલંકા પ્રિમિયર લીગની આ વર્ષની મેચોની પણ જાહેરાત થઈ ગઈ છે. જોકે મને નથી ખબર કે હું કેવી રીતે રમીશ? કારણકે મારે પ્રેક્ટિસ કરવા અલગ અલગ જગ્યાએ જવુ પડે છે અને પેટ્રોલના અભાવે હું ક્યાંય જઈ શકુ તેમ નથી.