Get The App

IPL 2026: હૈદરાબાદે પંજાબને 33 રને માત આપી, કોનલીની સદી એળે ગઈ, પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું SRH

Updated: May 6th, 2026

GS TEAM

Google News
Google News
IPL 2026: હૈદરાબાદે પંજાબને 33 રને માત આપી, કોનલીની સદી એળે ગઈ, પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું SRH 1 - image

SRH vs PBKS: IPL 2026નો 49મો મુકાબલો બુધવારે પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયો હતો. આ મેચમાં હૈદરાબાદે પંજાબ કિંગ્સને 33 રને પરાજય આપી શાનદાર જીત મેળવી હતી. આ જીતની સાથે જ હવે હૈદરાબાદની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. મેચમાં ટોસ જીતીને પંજાબ કિંગ્સે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદની ટીમે પહેલા બેટિંગ કરતા 235 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પંજાબની ટીમ 20 ઓવરમાં 202 રન બનાવી શકી હતી. કૂપર કોનલીએ શાનદાર સદી ફટકારી હતી પરંતુ તે એળે ગઈ હતી.

સ્કોર કાર્ડ

SRH: 235/4(20)

PBKS: 202/7(20)

કોનલીએ 59 બોલમાં 107 રનની અણનમ ઇનિંગ રમી 

236 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પંજાબની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહ બંને સસ્તામાં આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ અય્યર પણ 5 રન બનાવીને આઉટ થઈ ગયો હતો, જેના કારણે પંજાબની ઇનિંગ લથડાઈ ગઈ હતી. સ્ટોઈનિસ અને સૂર્યાંશ ઇનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ પણ લાંબો સમય ટકી શક્યા નહીં. જોકે, કૂપર કોનલીએ શાનદાર ઇનિંગ રમી હતી. કોનલીએ 59 બોલમાં 107 રનની અણનમ ઇનિંગ રમી હતી અને પોતાની ઇનિંગમાં 8 છગ્ગા તથા 7 ચોગ્ગા ફટકાર્યા હતા. તેના કારણે પંજાબની ટીમ 202 રન બનાવી શકી, પરંતુ જીતી શકી નહીં. પોઈન્ટ ટેબલમાં હવે હૈદરાબાદની ટીમ 11 મેચમાં 14 પોઈન્ટ સાથે ટોપ પર યથાવત છે. જ્યારે પંજાબ હવે 10 મેચમાં 13 પોઈન્ટ સાથે બીજા નંબરે સરકી ગયું છે.

પોઈન્ટ ટેબલ પર કરો નજર

IPL 2026: હૈદરાબાદે પંજાબને 33 રને માત આપી, કોનલીની સદી એળે ગઈ, પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું SRH 2 - image

હૈદરાબાદની ઈનિંગ

પહેલા બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદની ઇનિંગની શરૂઆત અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે કરી હતી. અભિષેકે 13 બોલમાં 35 રનની તોફાની ઇનિંગ રમી અને 4 છગ્ગા ફટકાર્યા હતા, જેનાથી હૈદરાબાદની શરૂઆત સારી રહી હતી. અભિષેકની વિકેટ પડ્યા બાદ હેડે મોરચો સંભાળ્યો અને ઈશાન કિશન સાથે સારી ભાગીદારી કરી હતી. પરંતુ 7મી ઓવરમાં હેડ 38 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ ઈશાન કિશનનું તોફાન આવ્યું અને તેણે આક્રમક ફિફ્ટી ફટકારી. હેનરિક ક્લાસેને પણ તેને પૂરો સાથ આપ્યો હતો. કિશન જ્યારે 55 રન બનાવીને આઉટ થયો ત્યારે ક્લાસેને મોરચો સંભાળ્યો અને 43 બોલમાં 69 રન ઝૂડી કાઢ્યા હતા. જેના દમ પર હૈદરાબાદે 4 વિકેટ ગુમાવીને 235 રન બનાવ્યા હતા.

અભિષેક દિગ્ગજોના ક્લબમાં સામેલ

સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનર અભિષેક શર્માએ પંજાબ કિંગ્સ સામે 13 બોલમાં 35 રનની તોફાની ઈનિંગ રમી નવો ઇતિહાસ રચ્યો છે. આ ઈનિંગમાં 4 છગ્ગા ફટકારીને તે ભારતની ધરતી પર ટી20 ક્રિકેટમાં 300 છગ્ગા પૂરા કરનાર વિશ્વનો છઠ્ઠો બેટ્સમેન બન્યો છે. અભિષેક શર્મા હવે રોહિત શર્મા, વિરાટ કોહલી અને ક્રિસ ગેલ જેવા દિગ્ગજોની ક્લબમાં સામેલ થઈ ગયો છે. મેચ પહેલા તેને આ ઈતિહાસ રચવા માટે માત્ર બે સિક્સની જરૂર હતી, પરંતુ તેણે ચાર સિક્સ ફટકારી કુલ 302 છગ્ગા સાથે આ સિદ્ધિ મેળવી છે. ભારતની ધરતી પર સૌથી વધુ 388 છગ્ગા ફટકારવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે.

બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

સનરાઈઝર્સ હૈદરાબાદ

અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન, હેનરિક ક્લાસેન, સલિલ અરોરા, સ્મરણ રામચંદ્રન, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), શિવાંગ કુમાર, ઈશાન મલિંગા, સાકિબ હુસૈન

પંજાબ કિંગ્સ

પ્રભસિમરન સિંહ, કૂપર કોનલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), શશાંક સિંહ, સૂર્યાંશ શેડગે, માર્કસ સ્ટોઈનિસ, માર્કો યાનસેન, લોકી ફર્ગ્યુસન, વિજયકુમાર વિશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ