Get The App

IPL 2026: હૈદરાબાદે દિલ્હીને ધોઈ નાખ્યું! 47 રનથી જીતી મેચ, ત્રિપુટીનો કમાલ

Updated: Apr 21st, 2026

GS TEAM

Google News
Google News
IPL 2026: હૈદરાબાદે દિલ્હીને ધોઈ નાખ્યું! 47 રનથી જીતી મેચ, ત્રિપુટીનો કમાલ 1 - image

SRH vs DC: IPL 2026ની 31મી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી, જેમાં હૈદરાબાદે 243 રનનો ટાર્ગેટ દિલ્હીને આપ્યો હતો. જેને સર કરવા ઉતરેલી DCને SRHએ 47 રનની માત આપી મેચ આસાનીથી જીતી લીધી હતી.

ત્રિપુટીએ બેટિંગ અને બોલિંગમાં રંગ રાખ્યો

સનરાઇઝર્સ હૈદરાબાદની આ જીતના હીરો અભિષેક શર્મા, ઈશાન મલિંગા અને હર્ષ દુબે રહ્યા. અભિષેકે 135 રનની તોફાની ઇનિંગ રમી, જ્યારે ઈશાન મલિંગાએ ચાર વિકેટ તો હર્ષ દુબેએ ત્રણ વિકેટ ચટકાવી હતી.

સ્કોર કાર્ડ

SRH: 242/2(20)

DC: 195/9(20)

કેટલી જીત હાર?

IPL 2026માં સનરાઈઝર્સ હૈદરાબાદે કુલ 7 મેચ રમી છે જેમાં ત્રણમાં હાર તો ચારમાં જીતનો સ્વાદ ચાખ્યો છે. જ્યારે અક્ષર પટેલની કમાનવાળી દિલ્હી કુલ 6 મેચ રમી છે જેમાં ત્રણમાં જીત તો ત્રણમાં હાર થઈ છે. 

પોઈન્ટ ટેબલ પર કરો નજર

IPL 2026: હૈદરાબાદે દિલ્હીને ધોઈ નાખ્યું! 47 રનથી જીતી મેચ, ત્રિપુટીનો કમાલ 2 - image

સનરાઈઝર્સ હૈદરાબાદની ઈનિંગ

સનરાઈઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 242 રન બનાવ્યા હતા. અભિષેક શર્મા 68 બોલમાં 135 રન બનાવી અણનમ રહ્યો હતો, જેમાં તેણે 10 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા. હેનરિક ક્લાસેન 13 બોલમાં 37 રન કરી અણનમ રહ્યો હતો, જેણે ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા માર્યા હતા. આ પહેલા ટ્રેવિસ હેડે 26 બોલમાં 37 રન અને ઈશાન કિશને 13 બોલમાં 25 રનની ઈનિંગ રમી હતી. 

અભિષેકના બેટથી ચોગ્ગા છગ્ગાના જ 100 રન!

દિલ્હી કેપિટલ્સ સામે અભિષેક શર્માએ તોફાની ઈનિંગ રમતા 68 બોલમાં 135 રન જડી દીધા હતા. અભિષેકે 10 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા અને અણનમ રહ્યો હતો. આમ જોવા જઈએ તો ઈનિંગ દરમિયાન ચોગ્ગા છગ્ગાની મદદથી અભિષેક શર્માએ 100 રન બનાવ્યા હતા. 10 ચોગ્ગાથી 40 રન તો 10 છગ્ગાથી 60 રન બનાવી અભિષેકે હૈદરાબાદ માટે રનનો ખડકલો કરી દીધો હતો. 

T-20માં અભિષેકે કરી કોહલીની બરાબરી

9: અભિષેક શર્મા (184 ઇનિંગ્સ)

9: વિરાટ કોહલી (403 ઇનિંગ્સ)

8: રોહિત શર્મા (454 ઇનિંગ્સ)

7: ઈશાન કિશન (227 ઇનિંગ્સ)

7: સંજુ સેમસન (319 ઇનિંગ્સ)

7: કેએલ રાહુલ (231 ઇનિંગ્સ)

અભિષેક શર્મા: સ્ટ્રાઈક રેટમાં સર્વોપરી, ઓરેન્જ કેપ પર કબજો, સિક્સનો રેકોર્ડ, મોટી ઇનિંગ્સની યાદીમાં સ્થાન

અભિષેકનો સ્ટ્રાઈક રેટ પણ અન્ય દિગ્ગજો કરતા ઘણો વધારે છે. 174.62 ના સ્ટ્રાઈક રેટ સાથે તે ઈશાન કિશન (143), વિરાટ કોહલી (135), સંજુ સેમસન (139) અને કેએલ રાહુલ (137) કરતા ઘણો આગળ છે. આ શાનદાર ઇનિંગની મદદથી અભિષેક શર્મા IPL-2026 માં 300 રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. આ સાથે જ ઓરેન્જ કેપ પણ હવે તેના નામે થઈ ગઈ છે. તેના આઈપીએલ કરિયરની આ બીજી સદી છે, જેમાંથી પ્રથમ તેણે 2025માં ફટકારી હતી.

અભિષેકે ટી20 ફોર્મેટમાં કુલ 350 છગ્ગા પણ પૂરા કર્યા છે. આ સિવાય તે T20 ક્રિકેટમાં 130થી વધુનો સ્કોર સૌથી વધુ 4 વખત બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે, જેણે આ મામલે એરોન ફિંચ અને ક્રિસ ગેલ (3 વખત) ને પાછળ છોડી દીધા છે. આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોટી ઇનિંગ્સ રમવાના મામલે પણ તે ટોચના ખેલાડીઓમાં સામેલ થયો છે. ક્રિસ ગેલ (175*), બ્રેન્ડન મેક્કુલમ (158*), અને ક્વિન્ટન ડી કોક (140*) પછી અભિષેક શર્માના 141 (વર્ષ 2025) અને 135* (વર્ષ 2026) રન શ્રેષ્ઠ ઇનિંગ્સમાં ગણાય છે.