Sports

રિન્કુ સિંહ અને પ્રિયા સરોજના લગ્નની તારીખ ટળી, કન્યાના પિતાએ જણાવ્યું કારણ

By GS TEAM
24 Jun 20252 mins read
TukuTouch Logo
ભારતીય ક્રિકેટ ટીમના બેટર રિન્કુ સિંહ અને જૌનપુરની મછલીશહર બેઠક પરથી સમાજવાદી પાર્ટીના યુવા લોકસભા સાંસદ પ્રિયા સરોજના લગ્ન 18 નવેમ્બરના રોજ કાશીમાં થવાના હતા. બંને પરિવાર રિન્કુ સિંહ અને પ્રિયા સરોજના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતા, પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે રિન્કુ સિંહ અને પ્રિયા સરોજના લગ્ન મુલતવી રાખવામાં આવ્યા છે. એટલું જ નહીં, બંને પરિવારોએ લગ્નની તૈયારીઓ પણ બંધ કરી દીધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રિન્કુ સિંહ અને પ્રિયા સરોજના લગ્નની તારીખ ટળી, કન્યાના પિતાએ જણાવ્યું કારણ

Rinku Singh Priya Saroj Wedding Postponed: ભારતીય ક્રિકેટ ટીમના બેટર રિન્કુ સિંહ અને જૌનપુરની મછલીશહર બેઠક પરથી સમાજવાદી પાર્ટીના યુવા લોકસભા સાંસદ પ્રિયા સરોજના લગ્ન 18 નવેમ્બરના રોજ કાશીમાં થવાના હતા. બંને પરિવાર રિન્કુ સિંહ અને પ્રિયા સરોજના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતા, પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે રિન્કુ સિંહ અને પ્રિયા સરોજના લગ્ન મુલતવી રાખવામાં આવ્યા છે. એટલું જ નહીં, બંને પરિવારોએ લગ્નની તૈયારીઓ પણ બંધ કરી દીધી છે.

લગ્નની નવી તારીખ હજુ નક્કી કરવામાં નથી આવી 

આ મહિનામાં લખનઉની એક હોટલમાં સપા સાંસદ અને રિન્કુ સિંહની સગાઈ થઈ હતી. તેમજ આ વર્ષે 18 નવેમ્બરના રોજ બંનેના લગ્ન થવાના હતા, પરંતુ હાલ માટે, આ લગ્ન મુલતવી રાખવામાં આવ્યા છે. લગ્ન મુલતવી રાખવા પાછળના કારણ અંગે પ્રિયા સરોજના પિતા અને સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય તુફાની સરોજે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, 'નવેમ્બરમાં ક્રિકેટ ટુર્નામેન્ટના કારણે રિન્કુ સિંહ વ્યસ્ત રહેશે, તેથી બંનેના લગ્ન મુલતવી રાખવામાં આવ્યા છે.'

રિન્કુ સિંહ અને પ્રિયા સરોજ વારાણસીની તાજ હોટેલમાં લગ્ન કરવાના હતા. હાલમાં, ફેબ્રુઆરીના અંતમાં હોટેલ બુકિંગ કરવામાં આવ્યું છે. જોકે, લગ્નની નવી તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી.

આ પણ વાંચો: IND vs ENG: રિષભ પંતને ચાલુ મેચમાં ગુસ્સો કરવો ભારે પડ્યો, ICCએ આપી આવી સજા

રિન્કુ-પ્રિયાના સંબંધની શરૂઆત

જાન્યુઆરીમાં કેરાકતથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અને પ્રિયા સરોજના પિતા તુફાની સરોજે જણાવ્યું હતું કે તેમના પરિવારે અલીગઢમાં રિન્કુ સિંહના પિતા સાથે બંનેના સંભવિત લગ્ન વિશે ચર્ચા કરી હતી. બંને પરિવારો સંબંધ માટે રાજી થઈ ગયા છે.

તુફાની સરોજે એ પણ જણાવ્યું હતું કે, 'પ્રિયાની મુલાકાત રિન્કુ સાથે એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી, જેના પિતા પણ ક્રિકેટર છે. રિન્કુ અને પ્રિયા એકબીજાને એક વર્ષથી વધુ સમયથી ઓળખે છે. તેઓ બંને એકબીજાને પસંદ કરતા હતા, પરંતુ સંબંધ માટે તેમને પોતાના પરિવારોની સંમતિની જરૂર હતી. હવે બંને પરિવારો આ લગ્ન માટે સંમત થઈ ગયા છે.'