રંગભેદ દૂર કરવાની શરતે દક્ષિણ આફ્રિકાની ક્રિકેટટીમ 1992માં પ્રથમ વિશ્વકપ રમી હતી
ક્રિકેટથી રંગભેદની ભેદરેખાને ભૂલવા માટે ખૂબ મદદ મળી હતી.
રેફરન્ડમમાં ૬૭ ટકા લોકોએ રંગભેદની વિરુધ મત આપ્યો હતો
રંગભેદની નીતિનો વિરોધ કરવા માટે દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમના રમવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ૧૯૯૦માં રંગભેદ આંદોલનના નેતા નેલ્સન મંડેલાને જેલમાંથી મુકત કરીને સરકારે રંગભેદનીતિનો ત્યાગ કરવાની જાહેરાત કરી હતી. જો કે આ એક અનૌપચારિક જાહેરાત હતી તેની કાયદેસરની જાહેરાત કરવાની બાકી હતી.૧૯૯૨માં દક્ષિણ આફ્રિકામાં રંગભેદ નીતિ પર રેફરન્ડમ લેવાનો હતો.એ જ સમયે ક્રિકેટના વિશ્વકપનું આયોજન થયું હતું.
દક્ષિણ આફ્રિકાની ટીમ વિશ્વકપમાં ભાગ લેશે કે નહી તે અંગે કોઇ જ ફોડ પાડવામાં આવ્યો ન હતો. જો કે નેલ્સન મંડેલાની ઇચ્છા દક્ષિણ આફ્રિકા ક્રિકેટ રમે તેવું ઇચ્છતા હતા. શ્વેત અને અશ્વેત વચ્ચેના ભેદભાવ ભૂલીને એકતા પ્રગટ કરવાની આ સુવર્ણ તક હતી.નેલ્સન મંડલાની પાર્ટી આફ્રિકન નેશનલ ક્રૉગ્રેસે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઇન્સિલ (આઇસીસી)ને અનુરોધ કર્યો હતો. આથી દક્ષિણ આફ્રિકાને પ્રથમવાર વિશ્વકપમાં ભાગ લેવાની તક મળી હતી. જો કે તેના માટે એક શરત રાખવામાં આવી હતી કે જો રેફરન્ડમ રંગભેદનીતિ દૂર કરવાની વિરોધમાં આવશે તો ટીમને તરત જ સ્પર્ધામાંથી બહાર કરી દેવામાં આવશે. આ સ્પર્ધામાં આફ્રિકાની ટીમે ખૂબજ સારુ પ્રદર્શન કરીને સેમી ફાઇનલ સુધી પહોંચી હતી.
સેમી ફાઇનલ રમાય તે પહેલા જ જનમત સંગ્રહનું પરીણામ આવવાનું હતું જેમાં ૬૭ ટકા લોકોેએ રંગભેદનીતિની વિરુધ મતદાન કરતા દક્ષિણ આફ્રિકાને સેમી ફાઇનલ રમવાની તક મળી હતી. સેમી ફાઇનલમાં ઇગ્લેન્ડ સામે દક્ષિણ આફ્રિકાની હાર થઇ હતી. ડક વર્થ લૂઇસ નિયમ મુજબ દક્ષિણ આફ્રિકાને ૧ બોલમાં ૨૨ કરવાના થતા હતા તે શકય ન હતા. ઇગ્લેન્ડના ક્રિકેટર ગ્રેહામ ગૂચે આ ગુંચવણભરી ગણતરીથી હાર બદલ દક્ષિણ આફ્રિકાના ખેલાડી મેકમિલનને સાત્વના આપી હતી તે તસ્વીર જાણીતી બની હતી. દક્ષિણ આકિકાની ટીમમાં અશ્વેત ખેલાડી ઓમર હેનરીને વિશ્વકપ સ્પર્ધામાં સામેલ કરવામાં આવતા રંગભેદની ભેદરેખાને ભૂલવા માટે ખૂબ મદદ મળી હતી.