IND vs AUS: સ્મૃતિ મંધાનાએ તોડ્યો વિરાટ કોહલીનો રેકોર્ડ, વનડેમાં સૌથી ઝડપી સદી ફટકારનારી ભારતીય બની
![]() |
Image Source: IANS
IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વિમેન્સ ODI સીરિઝની છેલ્લી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતની બેટર સ્મૃતિ મંધાનાએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમની વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ શનિવારે ઇતિહાસ રચી દીધો. તેમણે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ દિલ્હીમાં રમાઈ રહેલી ત્રણ મેચોની વનડે સીરિઝના છેલ્લા મુકાબલામાં 50 બોલમાં સદી ફટકારીને મોટી સિદ્ધિ હાંસલ કરી લીધી. તે વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનારી ભારતીય બની ગઈ. આ મામલે તેમણે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને પાછળ છોડી દીધો. કોહલીએ 2013માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 52 બોલમાં સદી ફટકારી હતી અને એક દાયકાથી વધુ સમય સુધી આ રેકોર્ડ તેમના જ નામે હતો.
મંધાનાએ 63 બોલમાં 125 રન ફટકાર્યા હતા, જેમાં 17 ફોર અને 5 સિક્સનો સમાવશે છે.
સ્મૃતિ મંધાનાએ સૌથી પહેલા 23 બોલમાં જ હાફ સેન્ચૂરી પૂરી કરી હતી. આ રેકોર્ડ ભારત દ્વારા મહિલા વન-ડેમાં સૌથી ઝડપી હાફ-સેન્ચૂરીનો છે. ત્યારબાદ મંધાનાએ 50 બોલમાં સેન્ચૂરી ફટકારી પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. આ સાથે તે હવે ODIમાં સૌથી ઝડપી સેન્ચૂરી ફટકારનાર બીજી બેટર બની છે. જણાવી દઇએ કે, વિમેન્સ ODIમાં મંધાનાએ બીજીવાર સેન્ચૂરી ફટકારી હતી.
વિમેન્સ ODIમાં સૌથી ઝડપી શતક
- 45 - મેગ લેનિંગ vs ન્યુઝીલેન્ડ, નોર્થ સિડની ઓવલ, 2012
- 50- સ્મૃતિ મંધાના vs ઓસ્ટ્રેલિયા, દિલ્હી, 2025
- 57- કરેન રોલ્ટન vs દક્ષિણ આફ્રિકા, લિંકન, 2000
- 57- બેથ મૂની vs ભારત, દિલ્હી, 2025
- 59- સોફી ડિવાઇન vs આયર્લેન્ડ, ડબલિન, 2018
- 60- ચમારી અટાપટ્ટુ vs ન્યુઝીલેન્ડ, 2023
એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સેન્ચૂરી (મહિલા ODI)
- 4- સ્મૃતિ મંધાના, 2024માં
- 4- સ્મૃતિ મંધાના, 2025માં
- 4- તજમિન બ્રિટિશ, 2025માં
વિમેન્સ વનડેમાં સૌથી વધુ સેન્ચૂરી
- 15 - મેગ લેનિંગ
- 13 - સુઝી બેટ્સ
- 13 - સ્મૃતિ મંધાના
- 12- ટેમી બ્યુમોન્ટ
આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 47.5 ઓવરમાં 47.5 રન બનાવ્યા. વિમેન્સ વનડેમાં ઓસ્ટ્રેલિયાની ટીમનો સૌથી મોટો સ્કોર હતો. આ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમે ડેનમાર્કની ટીમ સામે ત્રણ વિકેટના નુકસાને 412 રન બનાવ્યા હતા.