Smriti Mandhana wedding postponed : ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાના અને મ્યુઝિક કમ્પોઝર પલાશ મુચ્છલ આજે ( 23 નવેમ્બરે ) લગ્ન બંધનમાં બંધવવાના હતા. જોકે લગ્નના દિવસે જ પરિવારમાં ઈમજરન્સી આવતા સમારોહ મોકૂફ રાખવામાં આવ્યો છે. મંધાનાના પિતાની તબિયત લથડતા તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર કરાઈ રહી છે. વિવિધ મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમને હાર્ટઍટેક આવ્યો હોવાની શક્યતા છે.
હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર
મંધાનાના પિતાની સાંગલીમાં જ સર્વહિત હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મંધાનાના મેનેજર તુહિન મિશ્રાએ પણ જણાવ્યું છે કે પિતાની તબિયત ખરાબ થઈ હોવાના કારણે લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા છે.
સંગીત સંધ્યામાં સ્મૃતિ અને પલાશે કર્યો હતો ડાન્સ
નોંધનીય છે કે આજે જ સ્મૃતિ અને પલાશના લગ્ન થવાના હતા. છેલ્લા ઘણા દિવસથી બંનેના વીડિયો અને ફોટોઝ પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યા હતા. પલાશે સ્મૃતિને ક્રિકેટ સ્ટેડિયમમાં પિચ પર ઘૂંટણીયે બેસીને પ્રપોઝ કર્યું હતું. લગ્ન પહેલા હલ્દી સેરેમની અને સંગીત સંધ્યામાં ક્રિકેટ અને મનોરંજનની હસ્તીઑ સામેલ થઈ હતી.


